Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

"વેબ ચેક ઇન" નહીં કરાવો તો ૧૦૦ રૂપિયાનો નવો ચાંદલો કરવો પડશે: ઈન્ડિગો કંપનીનો નિર્ણય : આજથી જ આ નવી વ્યવસ્થાનો અમલ

 

નવી દિલ્હી : ઈન્ડિગો કંપનીએ જાહેર કર્યું છે કે, જે મુસાફરો 'વેબ ચેક-ઇન' નહીં કરે અને "ચેક ઇન" માટે એરપોર્ટ કાઉન્ટરોનો ઉપયોગ  કરશે તો તેમણે ટીકિટની રકમ ઉપરાંત વધારાના ૧૦૦ રૂપિયા  ચૂકવવા પડશે. આજથી નવી વ્યવસ્થાનો અમલ થશે.

 ઉડ્ડયન મંત્રાલયે મે મહિનામાં મુસાફરોને વેબ ચેક-ઇન કરવું ફરજિયાત બનાવ્યું હતું, જેથી કોરોના વાયરસ રોગચાળા વચ્ચે એરપોર્ટ ઉપર ટચપોઇન્ટ્સ ઓછા થઈ શકે.  એકવાર વેબ ચેક-ઇન થઈ ગયા પછી, મુસાફરને  ઓનલાઇન બોર્ડિંગ પાસ, એરલાઇન દ્વારા જારી કરવામાં આવે છે. (ન્યૂઝફર્સ્ટ)

(12:02 am IST)