Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અનામતની માગ સરકાર નહીં સ્વીકારાય તો સમગ્ર રાજસ્થાનમાં ચક્કાજામ કરવા ગુર્જરોની ચીમકી : 1 નવેમ્બર સુધીનું અલ્ટિમેટમ

ભાજપે કહ્યું સરકાર માત્ર આશ્વાસન આપે છે : કોંગ્રેસે કહ્યું કેન્દ્ર સરકાર નવમી અનૂસૂચિની માગને પુરી કરી શકે છે. માટે સમાજના આગેવાનોએ ભાજપના નેતાઓ અને સાંસદો સાથે મળવુ જોઈએ

નવી દિલ્હી : ગુર્જર અનામત સંઘર્ષ સમિતિએ શનિવારના રોજ એક નિવેદનમાં મહાપંચાયત તરફથી તેમની અનામત સંબંધી માગને મનાવવા માટે રાજસ્થાન સરકારને 1 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અડ્ડા ગામમાં આયોજીત થયેલી પંચાયતમાં સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ કહ્યુ હતું કે, સમાજ 1 નવેમ્બર સુધી સરકારની કાર્યવાહીની રાહ જોશે. ત્યાર બાદ પણ જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો, તેઓ મોટુ આંદોલન કરશે. અમે શાંતિપૂર્વક અમારો હક માગીએ છીએ.

બૈસલાએ કહ્યુ હતું કે, ખેતી કામ અને તહેવારોના કારણે અમે 1 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યુ છે. સરકારને પણ એક નવેમ્બર સુધીનો સમય મળી ગયો છે. ત્યાર બાદ પણ જો સરકારે આ વાતને નજરઅંદાજ કરી તો પછી સમાજ રસ્તા પર આવી જશે. અધિકારીઓ સાથેની વાતચીત કર્યા બાદ તેમણે કહ્યુ હતું કે, સરકારના અધિકારીઓ પાસે અમારી વાતનો ઠોસ નિકાલ નથી, અમે ઈચ્છીએ છીએ કે, અમારી માગ પર જલ્દીથી વિચાર કરવામાં આવે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગુર્જરોની આ મહાપંચાયતના કારણે ભરતપુરમાં પોલીસ તૈનાતી વધારી દેવામાં આવી છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક થયા છે. આ સમિતિની મુખ્ય માગમાં કેન્દ્રની 9મી અનુસૂચિમાં સામેલ કરવા, બૈકલોગની ભરતી કાઢવા અને ભરતીને પુરી કરવા સંબંધિત માગમાં અનામતનો લાભ આપવાની વાત સામેલ છે.

 આ વાતનો ફાયદા ઉઠાવવા માટે ભાજપ પણ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યુ છે. ભાજપ કહી રહ્યુ છે કે, સરકાર ફક્ત ગુર્જરોને આશ્વાસન આપી રહ્યુ છે. જો કે, કોંગ્રેસનું આ બાબતે કહેવુ છે કે, કેન્દ્ર સરકાર નવમી અનૂસૂચિની માગને પુરી કરી શકે છે. સમાજના નેતાઓએ આ અંગે ભાજપના નેતાઓ અને સાંસદો સાથે મળવુ જોઈએ

(10:05 pm IST)