Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ડીજીટલ મિડીયામાં ૨૬ ટકા વિદેશી રોકાણને મંજુરી

નવી દિલ્હી : સરકારે ડિજિટલ મીડિયામાં ૨૬ ટકા વિદેશી રોકાણ- એફડીઆઈને મંજૂરી આપી છે.

 આ માટે સરકારની પરવાનગી લેવી પડશે. આ નિયમ વેબસાઇટ, એપ્લિકેશન અથવા અન્ય પ્લેટફોર્મ પર સમાચાર સ્ટ્રીમ કરનારાઓને લાગુ પડશે. આ નિયમ ડિજિટલ મીડિયાને સમાચાર આપતી ન્યૂઝ એજન્સીઓને પણ લાગુ પડશે. તમામ ડિજિટલ મીડિયા ન્યૂઝ સંસ્થાઓને એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે જેથી તેઓ શેરહોલ્ડિંગની આવશ્યકતાઓને પહોંચી વળે. ભારતમાં રજિસ્ટર્ડ અથવા સ્થિત સંસ્થાઓમાં જ ૨૬ ટકા એફડીઆઇ લાગુ થશે.

આ નિર્ણય પછી રેગ્યૂલેટરી ઓવરસાઈટ બનાવી શકાશે.કંપનીનો સીઈઓ ભારતીય નાગરિક હોવો જોઈએ.  કંપનીમાં  કામ કરતા વિદેશી લોકો માટે  સરકારની સુરક્ષા મંજૂરી જરૂરી છે. હમણાં સુધી આ તમામ નિયમ પ્રસારણ માધ્યમો માટે લાગુ હતા પરંતુ હવે તે ડિજિટલ મીડિયા પર પણ લાગુ થશે. કંપનીમાં વધુ પ્રમાણ ભારતીય ડીરેકટરોનું હોવુ જરૂરી છે.

(2:48 pm IST)