Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સુશાંત રાજપૂત કેસ : મીડિયા ટ્રાયલ્સ અંગે સ્પષ્ટતા કરવા મુંબઈ હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનની સુનાવણી શરૂ : કેન્દ્ર સરકાર મીડિયા ટ્રાયલ્સને સમર્થન આપતી નથી : મીડિયાનું વાણી સ્વાતંત્ર્ય પણ જળવાઈ રહે અને કોઈની પ્રતિષ્ઠાને હાનિ પણ ન પહોંચે તેવું મિકેનિઝમ ગોઠવવા સરકાર કાર્યરત : સરકાર વતી સોલિસિટર જનરલ અનિલ સિંઘની રજુઆત

મુંબઈ : સુશાંત રાજપૂત અવસાન કેસમાં મીડિયા ટ્રાયલ્સ બાબતે મુંબઈ હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ અનુસંધાને કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંઘે ચીફ જસ્ટિસ શ્રી  દિપાંકર દત્તા ,તથા જસ્ટિસ શ્રી જી એસ કુલકર્ણી ની ખંડપીઠને જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા  માટે એક મજબૂત મિકેનિઝમ બનાવવા કેન્દ્ર સરકાર જઈ રહી છે.જેમાં મીડિયાનું વાણી સ્વાતંત્ર્ય પણ જળવાઈ શકે.
માહિતી અને પ્રસારણ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર થઇ રહેલા આ મિકેનિઝમ અંગે સિંઘે જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એશોશિએશન ના મેમ્બર્સ નથી તેમનું  નિયમન કઈ રીતે કરવું તે બાબતે મિકેનિઝમ તૈયાર  કરવામાં આવી રહ્યું છે.કે જે અંતર્ગત કોઈની પ્રતિષ્ઠાને હાનિ ન થાય તે જોવાશે .તેમણે ઉમેર્યું હતું કે અમે મીડિયા ટ્રાયલ્સને સમર્થન આપતા નથી.
મીડિયા ટ્રાયલ્સ અટકાવવા માટે  દાખલ કરાયેલી પિટિશનમાં માર્ગદર્શન આપવા  કરાયેલી અરજીના અનુસંધાને સિંઘે જણાવ્યું હતું કે કાયદો બનાવવો તે બંધારણના કાર્યક્ષેત્રમાં આવે છે.તેમણે ઉમેર્યું હતું કે મીડિયાના વાણી સ્વાતંત્ર્ય માટે દરેક ક્ષેત્રે સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ થાય તે જરૂરી છે.
નામદાર કોર્ટએ જણાવ્યું  હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર નિયંત્રણ માટે કોઈ મિકેનિઝમ નથી .શા માટે મીડિયાને તપાસમાંથી બાકાત રાખવું પડે ?શા માટે લોકોને દરેક વખતે  કોર્ટમાં જવું પડે ?
મીડિયા ચેનલ્સ કાયદાનું  પાલન કરે છે કે નહીં તે જોવા માટે કેન્દ્ર સરકાર  પાસે કેમ કોઈ મિકેનિઝમ નથી? સેટેલાઇટ ટીવી ચેનલ ઉપર દેખરેખ માટે માત્ર કેન્દ્ર સરકારને સત્તા છે  તેનો અમલ થાય છે કે કેમ ?
જેના અનુસંધાને સિંઘે જણાવ્યું હતું કે બંધારણ મુજબ હસ્તક્ષેપ ન કરવાને કારણે એવું બને છે.જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે સ્વયં શિસ્ત ન જાળવતી મીડિયા ચેનલ  માટે તમારી પાસે શું વ્યવસ્થા છે ?નામદાર કોર્ટે સૂચવ્યું હતું કે વાણી સ્વાતંત્ર્ય  જળવાઈ રહે અને કોઈની પ્રતિષ્ઠાને પણ હાનિ ન પહોંચે તેવું મિકેનિઝમ ગોઠવવું જોઈએ.
કન્ટેમ્પટ ઓફ કોર્ટ મામલે સિંઘે જણાવ્યું હતું કે હાલની તકે આ માંગણી સ્વીકારી શકાય તેમ નથી.
સિંઘની દલીલો પુરી થયા પછી એનબીએ વતી સીનીઅર એડવોકેટ અરવિંદ દાતારે દલીલ શરૂ કરી હતી પરંતુ સમય પૂરો થવામાં હોવાથી નામદાર કોર્ટે આગામી સુનાવણી માટે 19 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)