Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

૨૪ કલાકમાં ૬૨૨૧૨ કેસ : ૮૩૭ મોત

કોરોનાના નવા કેસની સ્પીડ ઘટી ગઇ

રીકવર થનારા લોકો ૬૫,૨૪,૫૯૬ : કુલ કેસ ૭૪,૩૨,૬૮૧ : એકટીવ કેસ ૮ લાખની અંદર

નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં કોરોના વાયરસના નવા કેસ આવવાની સ્પીડ ઘટી ગઇ છે અને રોજ મૃતકોની સંખ્યા પણ એક હજારથી નીચે જઇ રહી છે. આજે દેશમાં ૬૨૦૦૦થી વધુ કેસ સામે આવ્યા અને ૮૩૭ લોકોના મોત થયા છે. ૨૪ કલાકમાં દેશમાં ૭૦,૦૦૦થી વધુ લોકો સાજા થયા છે.

મળતા અહેવાલ મુજબ શુક્રવારે સવારે ૮ વાગ્યાથી શનિવારે સવારે ૮ કલાક સુધીમાં ૬૨૨૧૨ નવા કેસ આવ્યા અને એ દરમિયાન ૮૩૭ લોકોના મોત થયા છે.

આ જ ગાળામાં ૭૦૮૧૬ લોકો સાજા પણ થયા છે. હાલ દેશમાં એકટીવ કેસ ૭,૯૫,૨૮૭ થયા છે. હાલ દેશમાં કુલ કેસ ૭૪,૩૨,૬૮૦ નોંધાયા છે. જેમાંથી ૬૫૨૪૫૯૫ લોકો સાજા થયા છે.

દેશમાં કોરોનાથી મરનારાનો આંકડો ૧,૧૨,૯૯૮નો થયો છે. એકટીવ કેસ ૮ લાખથી ઓછા થયા છે. જે દોઢ મહિના પહેલાના સ્તર ઉપર છે.

દિલ્હીમાં ગઇકાલે ૨૨ લોકોના મોત થયા છે જે સંખ્યા વધીને થઇ છે ૫૯૪૬.

(11:31 am IST)