Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કોરોનાએ માથુ ઉંચકયુઃ રાજકોટ શહેર-જીલ્લામાં આજે ૧૪ના મોત

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુની નોંધ નહિ : કોરોનાની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૦૦ બેડ ખાલી

રાજકોટ, તા.૧૭: શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાનાં મૃત્ય ુઆંકમાં છેલ્લા સપ્તાહમાં એકદમ ઘટાડા બાદ આજે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જ રાતમાં ૧૪ દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઈકાલે ૫ મૃત્યુ પૈકી એક પણ મૃત્યુની નોંધ થઈ નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૬ના સવારનાં ૮ વાગ્યા થી તા.૧૭ના સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જિલ્લાના ૧૪ દર્દીઓએ દમ તોડી દીધા હતો . જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી પાંચ પૈકી એક પણ મૃત્યુની નોંધ જાહેર થઇ નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૦૦ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

(11:05 am IST)