Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રંગીન મિજાજ માટે જાણીતા CM સિધ્ધારમૈયાએ એક યુવતીનો હાથ ખેંચ્યો, વીડિયો થયો વાયરલ

આ વીડિયોના કારણે સિધ્ધારમૈયા ફરીથી વિવાદમાં સંપડાયા

બેંગ્લોર તા. ૨૨ : પોતાના રંગીન મિજાજ માટે જાણીતા એવા કર્ણાટક રાજયના મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સિધ્ધારમૈયા સાથે સેલ્ફી લેવા માગતી યુવતીનો હાથ પકડી સિદ્ઘારમૈયા તેને પોતાની પાસે ખેંચી રહ્યા છે, તેવું વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

 

મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર જાતભાતની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જો કે આ વીડિયોના કારણે સિદ્ઘારમૈયા ફરીથી વિવાદમાં સપડાયા છે.

વીડિયો પ્રમાણે સિદ્ઘારમૈયા એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે, જયાં કેટલીક યુવતીઓ તેમના સ્વાગત માટે પહોંચી હોય છે. આ યુવતીઓ પુષ્પગુચ્છથી સિદ્ઘારમૈયાનું સ્વાગત કરવા માટે સ્ટેજ પર આવે છે અને પછી તેઓ સેલ્ફી લેવા માગે છે.

એવામાં એક યુવતી સિદ્ઘારમૈયાથી થોડી દૂર ઉભી રહીને સેલ્ફી પડાવતી હોય છે, ત્યારે સિદ્ઘારમૈયા તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચે છે અને પછી સેલ્ફી પડાવે છે. જો કે તેમ છતાં પણ યુવતી સિદ્ઘારમૈયાથી હાથ આઘો રાખીને જ ફોટો પડાવે છે.

મુખ્યમંત્રીની આ હરકત પછી સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડી રહી છે. જો કે આ પહેલી વખત નથી કે કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયા વિવાદમાં ફસાયા હોય. આ પહેલા પણ એક જાહેર કાર્યક્રમમાં એક મહિલાએ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાને કિસ કરી હતી અને આ વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.(૨૧.૯)

(4:02 pm IST)