Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ટેકસમાં ભારે રાહત આપી શકે છે મોદી સરકાર

બજેટ પહેલા કરવામાં આવ્યો સર્વેઃ મિડલ કલાસ પર વધુ ધ્યાન

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્ર સરકાર તરફથી ૨૦૧૮-૧૯ના સામાન્ય બજેટમાં ટેકસ સ્લેબમાં ભારી છુટ અપાઇ શકે છે. ગ્લોબલ કન્સલટન્સી ફર્મ અનસર્ટ એન્ડ યંગના સર્વે અનુસાર મોદી સરકાર તરફથી પૂર્ણ બજેટમાં લોકો પર ટેકસનો બોજો હળવો કરવાનો નિર્ણય લઇ શકે છે.

 

બજેટ પહેલા કરવામાં આવેલા સર્વેમાં ૬૯ ટકા લોકોએ માન્યું કે લોકોના હાથમાં વધારામાં વધારે રકમ પહોંચાડવા માટે સરકારને ટેકસ ફ્રીની મિનિમમ લિમિટને ૨.૫ લાખ રૂપિયાથી વધુ કરવી જોઇએ.

 

આટલું જ નહીં આ સર્વેમાં ૫૯ ટકા લોકોનું સૂચન હતું કે ટેકસમાં છુટ મેળવવા માટે જૂના નિયમોને બદલીને કેટલાક નવા નિયમ બનાવવા જોઇએ. લોકોનું કહેવું હતું કે ખર્ચ અને રોકાણના પ્રકારમાં બદલાવ થયો છે. આથી હવે છૂટના નિયમો પણ તે અનુસાર જ નક્કી કરવા જોઇએ.

સર્વેમાં સમાવેશ લોકોનું કહેવું હતું કે સરકારે ખાસ તો કર્મચારી વર્ગ અને મિડલ કલાસ પર આવતાં ટેકસના બોજાને હળવો કરવો જોઇએ. જો આવું કરવામાં આવે તો મોંઘવારીમાં મિડલ કલાસને રાહત રહેશે.

અનસર્ટ એન્ડ યંગના સર્વેમાં ૧૫૦ મુખ્ય નાણાકિય અધિકારીઓ, ટેકસ હેડ્સ અને સીનિયર ફાઇનાન્સ પ્રોફેશનલની સલાહ લેવામાં આવી હતી. જાન્યુઆરીમાં કરવામાં આવેલા આ સર્વેમાં ૪૮ ટકા લોકોએ આશા જણાવી હતી કે નાણાંપ્રધાન તરફથી કોર્પોરેટ ટેકસને પણ ૨૫ ટકા જેટલો ઓછો કરી શકાય છે. જોકે સરચાર્જ પહેલા જેટલો જ રહેશે.(૨૧.૮)

(9:41 am IST)