Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સમસ્તીપુર-મુઝફ્ફરપુર રૂટ પર પૂજા સ્પેશિયલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ર રેલ્વે બ્લોકના સિહો અને સિલૌટ વચ્ચે દુર્ઘટના : હેલ્પલાઇન નંબર જાહેર

બિહારના સોનપુર વિભાગના સમસ્તીપુર-મુઝફ્ફરપુર રેલ્વે બ્લોકના સિહો અને સિલૌટ વચ્ચે એક રેલ્વે અકસ્માત થયો છે. રેલ્વેની પૂજા સ્પેશિયલ ટ્રેનના બે ડબ્બા આજે પાટા પરથી ખડી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે મોકલી દેવામાં આવી છે આજથી 20 ઓક્ટોબરથી આ પૂજા વિશેષ ટ્રેન (05048) ગોરખપુરથી કોલકાતા જઇ રહી હતી

આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે ટ્રેન મુઝફ્ફરપુરથી સમસ્તીપુર તરફ જઈ રહી હતી. વળી, એવું પણ જાણવા મળ્યું છે કે પાટા પરથી ઉતરતી વખતે બોગીઓમાં આંચકો લાગતાં કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી.

 દરમિયાન સમસ્તીપુર રેલ્વે વિભાગ દ્વારા પણ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. સમસ્તીપુર રેલ્વે વિભાગ મુજબ પૂજા સ્પેશિયલ ટ્રેન નંબર 05048 ને ટ્રેક પરથી સંબંધિત જાણકારી માટે હેલ્પલાઈન નંબર 06274232227 પર ફોન કરી શકાશે.

(8:49 pm IST)