Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

એર હોસ્ટેસની છેડતી કરવા બદલ સિંગાપોર સ્થિત ભારતીય મૂળના નાગરિકને 4 માસની જેલ

સિંગાપોર : કોચીથી સિંગાપોર જતી ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી કરવાના આરોપસર ભારતીય મૂળના 40 વર્ષીય નાગરિક વિજયન મંથન ગોપાલને સિંગાપોર કોર્ટએ 4 માસની જેલસજા ફરમાવી છે.
2017 ની સાલમાં બનેલી ઘટના અંગે કોર્ટએ ફરમાવેલી સજા વિરુદ્ધ  વિજયને અપીલ કરી હતી.પરંતુ નામદાર જજે તેની અપીલ રદ કરી સજા યથાવત રાખી હતી.
ઉલ્લેખનીય છે કે ફ્લાઈટમાં  નબળી સેવાઓના કારણે ભારતીય મૂળના નાગરિકે મહિલા કર્મચારી સાથે ઉદ્ધત અને છેડતી સમાન  વર્તન કર્યું હતું .તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)
  • કુલ ૧૨,૪૪૪ રન બન્યા ૪૩૧ વિકેટો પડીઃ ૫૨૫ રન સાથે લોકેશ રાહુલ સૌથી આગળ : આઇપીએલમાં અત્યાર સુધી કુલ ૩૭ મેચ રમાયા, ૮૭૯૭ બોલ ફેંકાયા, ૧૨,૪૪૪ રન બન્યા, ૪૩૧ વિકેટો પડી, ૯૭૩ ચોગ્ગા અને ૪૮૯ છગ્ગાઓ લાગ્યા, ૬૯ ફીફટી અને ત્રણ સદી (ત્રણેય ભારતીય) બની ૫૨૫ રન સાથે લોકેશ રાહુલ અને ૧૯ વિકેટો સાથે રબાડા ટોચના સ્થાને access_time 2:38 pm IST

  • પશ્ચિમ બંગાળમાં CAA નું ભૂત ફરી ધુણ્યું : એક દિવસના પ્રવાસે પશ્ચિમ બંગાળ ગયેલા ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ મધપૂડો છંછેડ્યો : ટૂંક સમયમાં અમલ કરાશે : કોરોના સંક્રમણને કારણે કાર્યવાહી મંદ પડી ગઈ હતી : આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા નિશાન સાધ્યું : આ અગાઉ આ મામલે પશ્ચિમ બંગાળમાં તોફાનો થયા હતા access_time 11:10 am IST

  • હવે 10 મું ધોરણ પાસ કર્યા પછી સી.એ.ફાઉન્ડેશન કોર્સમાં કામચલાઉ પ્રવેશ મળી શકશે : 11 માં તથા 12 ધોરણના અભ્યાસક્રમ દરમિયાન સી.એ.કોર્સથી વાકેફગાર થઇ શકાશે : 12 મું ધોરણ પાસ કર્યા પછી પ્રવેશ કાયમી ગણાશે : 6 મહિના વહેલું સી.એ.થઇ શકાશે : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એ આપેલી માહિતી access_time 7:03 pm IST