Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રાજ્યના શિક્ષકોને દિવાળીની મોટી ભેટ : 21 દિવસનું મળશે દિવાળી વેકેશન: 29 ઓક્ટો. થી 18 નવે. સુધી દિવાળી વેકેશનઆપવા નિર્ણંય

અમદાવાદ : રાજ્યના શિક્ષકોને દિવાળીનું વેકેશન 21 દિવસનું મળશે, આગામી 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાજ્યના શિક્ષકોને દિવાળી વેકેશન આપવા નિર્ણંય કરાયો છે

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિવર્ષ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરાય છે,જેમાં નિયત કરવામાં આવતી વેકેશનની તારીખો ગુજરાત માધ્યમિક અને  ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડાતી હોય છે,ચાલુ વર્ષે કોવીડ 19ની પરિસ્થિતિને કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય પૂરું થઇ શકેલ નથી,અને બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઈ શકેલ નથી ત્યારે વેકશનલ સ્ટાફ માટે સ્પષ્ટતા કરવી જરૂરી બનતા દિવાળી વેકેશન સમયગાળો નિયત કરવા અંગેની ફાઈલ પર મળેલ સરકારની મંજૂરી અન્વયે શાળાઓમાં દિવાળી વેકેશન તા, 20 ઓક્ટોબરથી તા, 18 નવેમ્બર સુધી 21 દિવસનું નિયત કરવામાં આવેલ છે શાળાઓમાં લેવાનારા સત્રાંત પરીક્ષાનો નિર્ણ્ય હવે લેવામાં આવશે તેમ બોર્ડના સંયુક્ત નિયામકની યાદીમાં જણાવાયું છે

(6:28 pm IST)