Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીને કોર્ટની અવગણના બદલ નોટિસ : ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા ત્યારનું 47 લાખ રૂપિયાનું ચડત ભાડું ભરવાનું બાકી : 6 માસમાં ભરી દેવાની સૂચના આપ્યા પછી પણ નહીં ભરતા કોર્ટના આદેશની અવગણના બદલ 4 સપ્તાહમાં જવાબ માંગ્યો

મુંબઈ : ઉત્તરાખંડ હાઇકોર્ટએ મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશયારીને નોટિસ પાઠવી છે.જેમાં જણાવાયા મુજબ ગયા વર્ષે અગાઉના મુખ્યમંત્રીઓને સરકારી આવાસ તેમજ અન્ય સુવિધાઓના બદલામાં રકમ ચૂકવી દેવાનો આદેશ કરાયો હતો. જે અંતર્ગત કોશયારીને  47 લાખ રૂપિયાનું ચડત ભાડું 6 માસમાં ભરી દેવા જણાવાયું હતું.જેની મુદત પુરી થઇ ગયા પછી તેઓને 2 માસ પહેલા નોટિસ આપવામાં તેની મુદત પણ પુરી થઇ જતા તેમના વિરુદ્ધ કોર્ટની અવગણના કરવા બદલ જાહેર હતીની અરજી કરાઈ હતી જેના અનુસંધાને નામદાર કોર્ટએ તેઓને કોર્ટના આદેશની અવગણના કરવા બદલ 4 સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો ધ્વરા જાણવા મળે છે. 

(5:11 pm IST)