Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ડુંગળી ગૃહીણીઓને દિવાળી પર રડાવશે

હાલમાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. ૬૦ આસપાસ છે તે વધીને રૂ. ૧૦૦ પ્રતિકિલો થતા વાર લાગશે નહી

નવી દિલ્હી, તા., ૨૦: દિવાળીના અવસરની ઉજવણી આડે હવે ર૦ દિવસ બાકી રહયા છે ત્યારે આગામી દિવસોમાં દિવાળી ટાણે ડુંગળીના ભાવ આસમાને પહોંચીને ગૃહીણીઓને રડાવી શકે છે.

ગુજરાત સહીત દેશના વિભિન્ન ભાગોમાં થઇ રહેલા વરસાદની અસર દેશની સૌથી મોટી ડુંગળી મંડી મહારાષ્ટ્રના લાસલગાંવમાં પડી છે. ગઇકાલે સારી ડુંગળીનો ભાવ ૬,૮૦૦ર રૂપીયા પ્રતિ કિવન્ટલ સુધી પહોંચી ગયો જો કે થોડા દિવસોમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદ થયો છે. તેના લીધે ખેતરોમાં ડુંગળીનો પાક નષ્ટ થઇ ગયો છે. કર્ણાટકમાં પણ અત્યારે વરસાદના લીધે ડુંગળીની આવક ઓછી થઇ ગઇ છે. તેની સીધી અસર ડુંગળીના ભાવ પર પડવા લાગી છે. ગઇકાલે જયારે લાસલગાંવ મંડી ખુલી ત્યારે ડુંગળીના ભાવમાં એકદમ ર હજાર રૂપીયા પ્રતિ કવીન્ટલ સુધી વધારો જોવા મળ્યો છે.

લાસલગાંવમાં સોમવારે ડુંગળીના ભાવ ૬૮૦૨ રૂપીયા પ્રતિ કિવન્ટલ સરાસરી પ્રકારના ભાવ ૬ર૦૦ રૂપીયા અને ખરાબ પ્રકારની ડુંગળીના ભાવ ૧પ૦૦ રૂપીયા પ્રતિ કિવન્ટલ નોંધાયો હતો. બજારમાં હજુ નવી ડુંગળીની આવકને બે મહિનાથી વધુ સમય લાગશે. હજુ ખેડુતો ડુંગળી વાવવા માટે રોપ તૈયાર કર્યા છે. તેથી જો આવી જ પ્રરિસ્થિતિ રહી તો હાલમાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. ૬૦ આસપાસ છે તે વધીને રૂ. ૧૦૦ પ્રતિકિલો થતા વાર લાગશે નહી.

(3:29 pm IST)