Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

૮૩ દિવસ બાદ ૫૦૦૦૦થી ઓછા કેસ

૨૪ કલાકમાં ૪૬૭૯૧ નવા કેસઃ ૫૮૭ના મોત : કુલ કેસ ૭૫,૯૭,૦૬૪: કુલ મૃત્યુઆંક ૧૧૫૧૯૭

નવી દિલ્હી, તા.૨૦: દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ મામલા ૭૫ લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૪૬,૭૯૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૭ લોકોનાં મોત થયાં છે. દેશમાં હવે કોરોના કેસોમાં સતત દ્યટાડો થઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૭૫,૯૭,૦૬૩ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને અત્યાર સુધી ૧,૧૫,૧૯૭ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૬૭,૩૩,૩૨૮ લોકો માત આપી ચૂકયા છે. જયારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૭,૪૮,૫૩૮હ્ય્ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૮૭.૫૬ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૫૨ ટકા થયો છે.

(12:48 pm IST)