Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

' યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ ' : યુ.એસ.માં યોજાયેલી સ્પર્ધામા ભારતીય મૂળની કિશોરીએ વતનનું નામ રોશન કર્યું : પ્રથમ દસમા સ્થાન મેળવ્યું : કોવિદ -19 ના સંભવિત ઈલાજ માટે સંશોધન રજુ કરવા બદલ 25 હજાર ડોલરનું ઇનામ એનાયત


હ્યુસ્ટન : યુ.એસ.માં યોજાયેલી  ' યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ ' સ્પર્ધામાં ભારતીય મૂળની  કિશોરી અનિકા ચેબરો લુએ પ્રથમ દસમા સ્થાન મેળવ્યું છે. કોવિદ -19 ના સંભવિત ઈલાજ માટે સંશોધન રજુ કરવા બદલ તેને  25 હજાર ડોલરનું ઇનામ આપવામાં આવ્યું છે.
અમેરિકામાં  માધ્યમિક સ્કૂલોના સ્ટુડન્ટ્સ માટે યોજાયેલી આ વિજ્ઞાન  સ્પર્ધામાં  ભારતીય મૂળની  કિશોરી અનિકા ચેબરો લુએ ભાગ લીધો હતો. સ્પર્ધા મિનેસોટા સ્થિત 3એમ માસ્ક ઉત્પાદન કરતી કંપની દ્વારા યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4 કરોડનો આંક વટાવી ગઈ છે.આ સંજોગોમાં તેના ઉપર નિયંત્રણ મેળવવા અને ઈલાજ શોધવા વિશ્વભરના વૈજ્ઞાનિકો મથી રહ્યા છે.

 

(12:03 pm IST)