Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આજથી ૩૯૨ તહેવાર સ્પેશિયલ ટ્રેનો શરૂ

આ ટ્રેનો ૨૦ ઓકટોબરથી ૩૦નવેમ્બર સુધી ચલાવવામાં આવશે : સામાન્ય ટ્રેનો કરતા ૩૦ ટકા વધારે ભાડુ વસૂલવામાં આવશે

નવી દિલ્હી,તા. ૨૦: તહેવારની સિઝનમાં ભારતીય રેલવેએ પ્રવાસીઓને મોટી ભેટ આપી છે. રેલવેએ વધારે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આજથી ૩૯૨ વિશેષ રેલવે ટ્રેન ચલાવવામાં આવશે

પશ્ચિમ રેલવેના જણાવ્યાનુંસાર ૩૯૨ સ્પેશિયલ ટ્રેનમાં ૫ જોડી બ્રાંદા ટર્મિનસથી, ૨-૨ જોડી ઈન્દોર અને ઉધનાથી ચલાવવામાં આવશે. ત્યારે ૧-૧ જોડી ઓખા, પોરબંદર અને ગાંધીધામ સ્ટેશનોથી ચાલશે. રેલવેના જણાવ્યાનુંસાર આ તમામ ટ્રેનો આરક્ષિત રહેશે.

રેલવે દ્વારા તમામ સ્પેશિયલ ટ્રેનોનું વિશેષ ભાડુ વસૂલવામાં આવશે. જો તમે મુસાફરી કરવા માંગો છો તો ધ્યાન રાખજો કે આનું બુકિંગ ૨૦ ઓકટોબરથી આજથી ૨૨ ઓકટોબરની વચ્ચે કરી શકાય છે. જોકે પ્રવાસીઓને સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.

રેલવેએ એલાન કર્યુ છે કે દુર્ગાપુજા, દશેરા, દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને ઓકટોબર અને નવેમ્બરની વચ્ચે રેલવેએ ૩૯૨ તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો ૨૦ ઓકટોબરથી ૩૦નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. વિશેષ ટ્રેન કોલકત્ત્।ા, પટના, વારાણસી, લખનૌઉ જેવા શહેરો માટે ચલાવવામાં આવશે.

રેલવે  ટ્રેનોનું ભાડુ સામાન્ય ટ્રેનો કરતા વધારે વસૂલશે. આ સ્પેશિયલ ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેન કરતા ૩૦ ટકા વધારે રહેશે. ઉલ્લેખનીય છે કે રેલવે રોજની ૧૨ હજાર ટ્રેન ચલાવી રહ્યું છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી ધીરે ધીરે ટ્રેનો શરુ કરવામાં આવી રહી છે. જોકે તમામે કોરોનાને લગતા સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. નહીંતર જેલની સજા થઈ શકે છે.

(11:34 am IST)