Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

હે ભગવાન ... આ શું થવા બેઠું છે !

સાત વર્ષની વયના છોકરાએ છ વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર

લખનૌ,તા. ૨૦: ઉત્ત્।ર પ્રદેશના અલીગઢમાં સાત વર્ષના એક છોકરાએ છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસે બંનેની તબીબી તપાસ હાથ ધરી છે. મકાન માલીકનું નામ નોંધી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે, શહેરના નાગલા પટવારી વિસ્તારમાં મકાનમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેણે અહેવાલ આપ્યો છે કે ૧૨ ઓકટોબરની સાંજે તેની છ વર્ષની પુત્રી દ્યરની છત પર રમી રહી હતી. તે દરમિયાન તેનો દડો પાડોશીના દ્યરે ગયો હતો. જયારે તે બોલ  લેવા ગઇ ત્યારે પાડોશીના મકાનમાં રહેતા ભાડુઆતનો પુત્ર તેની પુત્રીને મોં દબાવીને ટોઇલેટમાં લઈ ગયો. એવો આરોપ છે કે તેણે તેની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો છે.

પોલીસે મકાન માલીક તાહીરના નામનો આધારે બનાવી અને અજાણ્યા ભાડુઆતના પુત્ર વિરુદ્ઘ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આ ગુનામાં કલમ ૩૭૬, જાતીય ગુનાથી સંરક્ષણ કાયદા ૨૦૧૨ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.

કુર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર યુવતી સાથે બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી પણ સગીર છે. કેસ દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ રિપોર્ટ હજી બહાર આવ્યો નથી. પોલીસ ટીમ તપાસ કરી રહી છે.

(11:33 am IST)