Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી

રર ઓકટોબરે ફાઇનલ પ્રેસિડેન્શીયલ ડિબેટ : પ્રચાર અંતિમ ચરણમાં

વોશિંગ્ટન, તા. ર૦ :  અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણી માટે પ્રચાર અભિયાન હવે અંતિમ ચરણમાં છે. ૩ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ડો. બાઇડેની વચ્ચે જુબાની જંગ તેજ થઇ ગઇ છે.

આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણીમાં વિદેશ નીતિ પર ફાઇલ પ્રેસિડેન્શીયલ ડિબેટની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે હવેની પ્રેસિડેન્સીયલ ડિબેટ રર ઓકટોબરે છે. આ અંગે ટ્રમ્પના પ્રચાર અભિયાનના પ્રમુખ બિલ સ્ટેપિયમ ચૂંટણી પંચ એક પત્ર લખ્યો છે અને વિદેશ નીતિના મુદ્દા પર ફાઇનલ પ્રેસિડેન્શીયલ ડિબેટ કરાવાની માંગ કરી છે.

તેઓએ પત્રમાં કહ્યું પ્રચારની અખંડતા અને અમેરિકી નાગરિકોની ભલાઇ માટે અમે રર ઓકટોબરે થનારી અંતિમ પ્રેસિડેન્શીયલ ચર્ચાને વિદેશ નીતિ પર કરાવાની અપીલ કરે છે આ મુદ્દા પર ચર્ચાની સંમતિ બની છે અને અગાઉના પ્રચારોમાં આજ પરંપરા રહી છે.

(11:24 am IST)