Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ગરીબ પરિવારને દત્તક લ્યો બદલામાં મેળવો ટેક્ષ છુટ

ગરીબોના કલ્યાણ માટે એસબીઆઇનું સૂચન : સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રીઓએ રજુ કરી સ્કીમ : ૧૦ લાખથી વધુની આવક ધરાવનાર કરદાતા ૧ ગરીબ પરિવારને મહિને રૂ. પ૦૦૦ આપે-આથી ડિમાન્ડ વધશે : અર્થતંત્ર દોડતુ થશે : અસમાનતા ઘટશે

નવી દિલ્હી, તા. ર૦ : પીએમ જનભાગીદારી અને જનચેતના આંદોલન વચ્ચે સીધો સંબંધ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાઅ સમાજ અને દેશના લોકો વચ્ચે આર્થિક સમાનતા લાવવા માટે એક અનોખી સ્કીમ લાગુ કરવા સૂચન કર્યું છે. સ્ટેટ બેંકે પોતાના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે 'એડોપ્ટ એ ફેમિલી' એ પ્લે કે એક પરિવારને આપનાવો એ સ્કીમ લાગુ કરવી જોઇએ. સ્ટેટ બેંકે રિપોર્ટમાં-દાવો પણ કર્યો છે કે આ સ્કીમથી માત્ર ગરીબી રેખાથી નીચે રહેલા લોકોની સ્થિતિ સુધરશે, એટલું જ નહિ અર્થતંત્રમાં પણ માંગ વધશે.

આ એક સ્વૈચ્છિક સ્કીમ છે જે હેઠળ ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુની વાર્ષિક કમાણી કરતા કરદાતાઓને સ્વૈચ્છિક રીતે આ સ્કીમને અપનાવવા પ્રોત્સાહિત કરવા જોઇએ.  કરદાતાઓને એવી રીતે પ્રોત્સાહિત કરવા જોઇએ કે તેઓ ૧ વર્ષ માટે કોઇ બીપીએલ પરિવારને અપનાવે. કરદાતા એ પરિવારને પ્રતિ માસ રૂ. પ૦૦૦ની આર્થિક સહાયતા કરે. કોરોનાથી પ્રભાવિત બીપીએલ પરિવારને કોઇપણ સરકારી વગર વર્ષે રૂ. ૬૦,૦૦૦ મળશે. દેશમાં વર્ષે ૧૦ લાખ કે તેથી વધુની કમાણીવાળા ૭૦ લાખ કરદાતા છે જો ૧૦ ટકા કરદાતા આ સ્કીમને સ્વેચ્છાએ અપનાવે તો દેશના ૭ લાખ પરિવારોની સ્થિતિ સુધરશે.

કેન્દ્ર સરકારે આ સ્કીમને લોકપ્રિય બનાવવા માટે ટેક્ષમાં રાહત આપવી જોઇએ. કરદાતા દ્વારા જો પ૦,૦૦૦ કે તેથી વધુ રકમ બીપીએલ પરિવારને આર્થિક સહાયતા સ્વરૂપમાં આપે તો સરકારે એવા કરદાતાને ૮૦ સી હેઠળ છુટ આપવી જોઇએ. આ જોગવાઇથી સરકારી તિજોરીને માત્ર ૧૦પ૦ કરોડનો બોજો પડશે, પણ અર્થતંત્રમાં માંગ વધીને રૂ. ૧૧૬૬૬ થશે. ૧૦ લાખથી વધુ કમાણી પર ૩૦ ટકા ટેક્ષ લેવાય છે. પ૦,૦૦૦ રૂપિયાના ૩૦ ટકા ૧પ૦૦૦ થાય છે. ૭ લાખ કરદાતાઓ દ્વારા  ૧પ રૂપિયાનો કર દેવાથી કુલ કર થાય છે. ૧૦પ૦ કરોડ.

આ સ્કીમ લાગુ થવાથી દેશમાં અસમાનતા ઓછી થશે.

જે રીતે અગાઉ સરકારે સ્વૈચ્છિક રીતે યોગદાનની અપીલ કરી હતી અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. એલપીજી સબસીડી આનું ઉતમ ઉદાહરણ છે. ૩૦ કરોડ ગ્રાહકોમાંથી ૧૦ ટકા એટલે કે ૩ કરોડ ગ્રાહકો એ સ્વેચ્છાએ એલપીજી સબસીડીનો ત્યાગ કર્યો હતો.

(10:56 am IST)