Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને સંસદીય ચૂંટણીમાં બહુમતી હાંસલ

પાછલી ચૂંટણીની સરખામણીએ તેમના સમર્થનમાં થોડો ઘટાડો: ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો થયાના આરોપ પરંતુ રશિયાના ચૂંટણીપંચે આરોપોને ફગાવી દીધા

નવી દિલ્હી :  રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો છે. જોકે, પાછલી ચૂંટણીની સરખામણીએ તેમના સમર્થનમાં થોડો ઘટાડો થયો છે.ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના આરોપ થયા પરંતુ રશિયાના ચૂંટણીપંચે આ આરોપોને ખારિજ કરી દીધા.હતા

સંસદીય ચૂંટણીમાં મોટા ભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે, પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને લગભગ 50 ટકા મત મળ્યા છેસંસદીય ચૂંટણીમાં મોટા ભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે. પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને લગભગ 50 ટકા મત મળ્યા છે. પાછલી ચૂંટણીની સરખામણીએ પાર્ટીને મળેલા મતોમાં ઘટાડો થયો છે. વર્ષ 2016માં પુતિનની પાર્ટીને 54 ટકા મત મળ્યા હતા.

રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકારને ચૂંટણીમાં ભાગ ન લેવા દેવાયો. ચૂંટણી દરમિયાન ગોટાળાના પણ અહેવાલો સામે આવ્યા હતા.ચૂંટણીપંચ પ્રમાણે બીજા નંબર પર રહેલી કૉમ્યુનિસ્ટ પાર્ટીને 19 ટકા મત મળ્યા છે. કૉમ્યુનિસ્ટ પાર્ટીના મત આઠ ટકા વધ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે દેશની 450 બેઠકોવાળી સંસદમાં પુતિનના પક્ષને બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતી મળશે.

આમ તો રાષ્ટ્રપતિ પુતિનના સત્તા પર આવ્યા બાદ રશિયામાં ચૂંટણીઓ દેખાડા પૂરતી જ રહી ગઈ છે, કારણ કે દેશનાં રાજકીય સમીકરણો પર તેની કોઈ અસર નથી પડતી.

સમાચાર એજન્સી એપી અનુસાર કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ગેન્નાદી ઝ્યૂગાનોવે ચૂંટણીમાં મોટા પાયે અનિયમિતતા થઈ હોવાના આરોપ લગાવ્યા છે.

એવું માનવામાં આવે છે કે જેલમાં બંધ પુતિનના ટીકાકાર એલેક્સી નવેલની દ્વારા લગાવાયેલ ભ્રષ્ટાચારા આરોપો અને રશિયાના જીવનસ્તરને લઈને વ્યક્ત કરાઈ રહેલ ચિંતાઓને કારણે પુતિનની પાર્ટીનું સમર્થન ઘટ્યું છે.

પરંતુ રશિયાના ઘણા બધા લોકોમાં પુતિન હજુ પણ ઘણા લોકપ્રિય નેતા છે. જેમને એવું લાગે છે કે પશ્ચિમના પડકાર સામે પુતિન ટકી રહેલા છે અને તેમને દેશના ગૌરવમાં વધારો કર્યો છે.

રશિયાની ચૂંટણીમાં આ વખત ઘણાં શહેરોમાં પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક મતદાન થયું.

તેમજ 1993 બાદ પ્રથમ વખત એવું થયું છે કે યુરોપિયન સુરક્ષા અને સહયોગ સંગઠન ચૂંટણીના પર્યવેક્ષક રશિયાના અધિકારીઓની પાબંદીઓને કારણે રશિયા ન આવ્યા.

એક સ્વતંત્ર દેખરેખ સંસ્થા ગોલોસનું કહેવું છે કે રવિવારે રાત્રિ સુધી મતદાન દરમિયાન અનિમયમિતતાઓના 4,500 મામલા નોંધાયા હતા. રશિયા આ સંસ્થાને 'વિદેશી એજન્ટ' ગણાવે છે.

(10:34 pm IST)