Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ચીની સેના ભારતીય સીમા નજીક રાતે બોંબ વરસાવી રહી છે : તૈનાત કર્ર્યા ઘાતક હથિયાર

લદ્દાખથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી ખારા ટોપરા જેવી દાનત રાખીને બેઠેલ : હથિયારોથી પોતાના સૈનિકોને પરિચિત કરાવવાના હેતુથી કર્યું હતું : ચીન

નવી દિલ્હી,તા.૨૦: લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી નજર રાખીને બેઠેલા ચીની ડ્રેગને ભારતીય સીમા પર બહુંત કઠિન પરિસ્થિતિઓમાં રાતના સમયમાં હુમલાની તૈયારી તેજ કરી દીધી છે. ચીની સેનાએ હિમાલય સાથે લાગેલી બોર્ડર પર રાતે યુદ્ઘ અભ્યાસ કર્યો છે અને આમાં અનેક નવા અને અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચીનનું કહેવું છે કે આ અભ્યાસ નવા હથિયારોથી પોતાના સૈનિકોને પરિચિત કરાવવાના હેતુથી કર્યું હતુ.

ચીની સેના પીએસએ ઈચ્છે છે કે ભારતીય સીમા પર ઉંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિક ઉચ્ચ ક્ષમતાનું પ્રદર્શન કરે. ચીની સેનાના એક કંપની કમાન્ડર યાંગ યાંગે કહ્યું અમે અમારુ સિડ્યુલ બદલ્યું છે અને સૈનિકો પાસેથી માંગ કરી છે કે તે વધારે ઉંચાઈવાળા વિસ્તારમાં પ્રશિક્ષણ માટે ઉચ્ચ ક્ષમતાઓનું પ્રદર્શન કરે. અમે એક વધારે કઠિન યુદ્ઘના મેદાન માટે તૈયાર રહેવું પડશે કેમ કે સીમાના વિસ્તારોમાં પડકારો વધતા જઈ રહ્યા છે.

યાંગે કહ્યું કે તેમની મૈકેનાઈઝડ ફોર્સ બરફથી ઢંકાયેલી પહાડીઓને લાઈટ વગર રાતના સમયે પાર કરી રહી છે અને રાતના સમયે મશીનગનથી ગોળીઓ વરસાવવાનો અભ્યાસ કરી રહી છે. ચીની સેનાના પશ્યિમી થિયેટર કમાન્ડરે હિમાલયી સીમા પર તૈનાત પોતાના સૈનિકો માટે રાતના સમય અને વધારે અભ્યાસ કરવાની યોજના બનાવી છે. સાથે જ તેમની નવી પેઢીના હથિયારોથી પરિચિત કરાવી રહ્યા છીએ.

માનવામાં આવી રહ્યું છે કે ચીની સેનાનો આ રાતના સમયે ચાલી રહેલો અભ્યાસ શિંજિયાંગ મિલિટ્રી ડિસ્ટ્રિકમાં લગભગ ૫ હજાર મીટરની ઉંચાઈ પર ચાલી રહ્યા છે. આમા મોટા પાયે ચીની સેના ભાગ લઈ રહ્યા છે. આની પહેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ જણાવ્યું હતુ કે પીએલએના તિબ્બત મિલિટ્રી કમાન્ડે મોટા પાયા પર તિબ્બતના પઠારોમાં સંયુકત અભ્યાસ કર્યો છે. આમાં ચીની સેનાની ૧૦ બ્રિગેડ અને રેજિમેન્ટે ભાગ લીધો છે.

(3:18 pm IST)