Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગણેશોત્સવમાં ૨૧ કિલોના લાડુની ૧૮.૯૦ લાખની બોલી

નવી દિલ્હી, તા.૨૦: હૈદ્રાબાદના છેવાડાના બાલાપુર ગામમાં યોજાતા ગણેશોત્સવમાં દર વર્ષે લાડુની હરાજી થતી હોય છે. આ હરાજી વિસર્જન યાત્રા પહેલા કરવામાં આવે  છે પછી વિસર્જન યાત્રા હૈદ્રાબાદના હુસેન સાગર તળાવ સુધી પહોંચે છે. ૧૯૯૪માં પહેલી વખત આ લાડુની હરાજી થઈ ત્યારે તેના રૂ. ૪૫૦ રુપિયા બોલી લાગી હતી. લાડુ માટે એવી માન્યતા છે કે, તેને ખરીદનારાના જીવનમાં તેનાથી સમૃદ્વિ આવે છે અને તેના કારણે હવે દર વર્ષે તેના માટે ઉચી બોલી લાગતી થઈ ગઈ છે. ગયા વર્ષે જોકે કોરોનાના કારણે હરાજી થઈ નહોતી. આ પહેલા ૨૦૧૯માં તેના - માટે ૧૭ લાખ રૂપિયા બોલી બોલાઇ હતી. હૈદ્રાબાદના સૌથી લોકપ્રિય બાલાપુર ગણેશ ઉત્સવમાં ગણપતિબાપાની પ્રસાદી સ્વરુપે ૨૧ કિલોના મહાકાય લાડુની દર વર્ષની  વર્ષની પરંપરા પ્રમાણે હરાજી થઈ હતી. આ હરાજીમાં ૧૮.૯૦ના લાખ રૂપિયાની બોલી લગાવીને આંધપ્રદેશના રાજકીય આગેવાન રમેશ યાદવે અન્ય એક વેપારી મેરી શશન રેડી સાથે આ લાડુ ખરીદયો હતો. બોલી ૧૧૧૬ રૂપિયાથી શરૂ થઈ હતી અને જોત જોતામાં તે ૧૮.૯૦ લાખ રૂપિયા સુધી પહોંચી હતી.લાડુ ખરીદનારા રમેશ યાદવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેર્ડીને આ લાડુ ભેટ આપવાની જાહેરાત કરી છે. હરાજી જોવા માટે ઘણા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

(3:17 pm IST)