Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ફિઝિકલ વર્ગો શરૂ કરવા માટે દિલ્હીના વિદ્યાર્થીઓની અરજી સુપ્રીમ કોર્ટે

ફગાવી : કાયદાકીય ઝંઝટમાં પડવાને બદલે તમે અભ્યાસમાં ધ્યાન આપો : નિર્ણય સરકાર ઉપર છોડી દયો : નામદાર કોર્ટની ટકોર

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજરોજ સોમવારે કેન્દ્ર અને રાજ્યોને ફરીથી સ્કૂલો  ખોલવા અંગે ઝડપી નિર્ણય લેવા માટે નિર્દેશ માંગતી એક રિટ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને બી.વી. નાગરથનાની ખંડપીઠે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે અરજદાર-શાળાના વિદ્યાર્થીઓ  દિલ્હી સ્થિત હોવાનું જણાય છે. આથી સ્થાનિક રાજ્ય સરકાર આ અંગે તેના ઉપાયો કરી શકે છે.

તમારા ક્લાયન્ટને શાળામાં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહો અને બંધારણીય ઉપાયો શોધવામાં પોતાને સામેલ ન કરો.તેવી ટકોર નામદાર કોર્ટે કરી હતી. તથા જણાવ્યું હતું કે આ બાબતો એવી છે જે આપણે નક્કી કરવા માટે સરકાર પર છોડી દેવી જોઈએ.

ખંડપીઠની પ્રતિકૂળ ટિપ્પણીને ફગાવીને અરજદારના વકીલે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી. તદનુસાર, અરજી રદ કરી નાખવામાં આવી હતી. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)