Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઝારખંડમાં કર્મા ડાલીના વિસર્જન દરમિયાન એક-બે નહિ સાત-સાત કિશોરીઓના તળાવમાં ડૂબી જવાની કરૂણ મૃત્યુ

ઘટનાને પગલે ગ્રામજનોએ તમામને ખાડામાંથી મહામહેનતે બહાર કાઢી તે પૈકી ૪ મૃત્યુ પામેલ જયારે ત્રણને હોસ્પિટલમાં લઇ જવાયેલ પરંતુ તેમનું પણ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું : ઝારખંડના નાના એવા મનનડીહ ગામાં ધાર્મિક કાર્યક્રમનો ઉત્સાહ શોધમાં પરિણમ્યો

ઝારખંડમાં બાલૂમાથ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરગડા પંચાયત અંતર્ગત મનનડીહ ગામમાં શનિવારે કર્મા ડાલીનું વિસર્જન કરવા જતા 7 કિશોરીઓનું તળાવમાં ડૂબવાને કારણે મોત થયું છે. મૃતકોમાં ત્રણ સગી બહેનો પણ સામેલ છે. દૂર્ઘટના એક બાળકીને બચાવ દરમિયાન બની અને દરેક કિશોરીઓ એક-એક કરીને તળાવમાં ડૂબી ગઈ. લોકોએ દરેકના મૃતદેહો તળાવથી બહાર કાઢ્યા.

મૃતકોમાં રેખા કુમારી (17), રીના કુમારી (12), લક્ષ્મી કુમારી (9), સુનિતા કુમારી (16), બસંતી કુમારી (10), સુષ્મા કુમારી (10), પિન્કી કુમારી (17)નો સમાવેશ થાય છે. તેમાં રેખા, રીના અને લક્ષ્મી સગી બહેનો હતી. વાસ્તવમાં મનન ડિહમાં કરમા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી હતી. શનિવારે કરમા પૂજા વિસર્જન કરવા માટે ડઝનબંધ છોકરીઓ તળાવના આકારના ખાડામાં ગઈ હતી.

અચાનક એક છોકરી ખાડામાં ડૂબવા લાગી. તેને બચાવવા માટે, સાત છોકરીઓ વારાફરતી ખાડાના ઊંડા પાણી સુધી પહોંચી અને ડૂબી ગઈ. આ ઘટના બાદ ઘટના સ્થળે દોડી આવેલા ગ્રામજનોએ ભારે મહેનત બાદ તમામ છોકરીઓને ખાડામાંથી બહાર કાઢી હતી. તેમાંથી ચાર મૃત્યુ પામી હતી. જ્યારે ત્રણ કિશોરીઓનો જીવ બચાવવા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ ડોક્ટરે તેમને પણ મૃત જાહેર કરી.

(1:35 pm IST)