Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ન્યુયોર્કના રોચેસ્ટરમાં વેહલી સવારે બેકયાર્ડ પ્લોટમાં ચાલતી પાર્ટી પર ફાયરીંગની ઘટના બનતા નાશ ભાગ

ગોળીબારમાં બે ના કરૂણ મોત : ૧૪ લોકોને ઇજા : ૧૦૦ થી વધુ લોકો પાર્ટીમાં હતા હાજર

રોચેસ્ટર, : ન્યુયોર્કના રોચેસ્ટરમાં આજે વહેલી સવારે બેકયાર્ડ પ્લોટમાં પાર્ટી કરી રહેલા લોકો પણ અજાણ્યા શખસે ગોળીબાર કરતાં બે જણાના મોત થયા હતા અને 14 ઘાયલ થયા હતા, એમ પોલીસે કહ્યું હતું. હજુ તો ડેનિયલ પ્રૂડને ગુંગળાવીને મારી નાંખવાની ઘટનાની સાહી સુકાઇ નથી ત્યાં ફરીથી ફાયરિંગની ઘટના બનતા પોલીસની મુશ્કેલી વધી હતી.

રાત્રે સાડા બાર વાગે ગોળીબાર કરાયો હતો ત્યારે પાર્ટીમાં આશરે એક સો લોકો હાજર હતા, એમ પોલીસ વડા માર્ક સિમોન્સે કહ્યું હતું.ફાયરિંગ કોણે અને કયા કારણસર કર્યો તેની તપાસમાં પોલીસ લાગી ગઇ હતી. સિમોન્સે કહ્યું હતું કે આ તબક્કે કંઇ કહેવા યોગ્ય નથી.

હુમલાખોર એક હતો કે પછી એક કરતાં વધુ તેની પણ કોઇને જાણ નથી. માર્યા ગયેલાઓમાં વીસ વર્ષની આસપાસનો એક યુવાન અને એક યુવતીનો સમાવેશ થતો હતો.જો કે પોલીસે તેમના નામ જાહેર કર્યા નહતા. 14 ઘાયલોની સિૃથતિ સારી હોવાનું પોલીસે કહ્યું હતું.

કોઇ શકમંદની અટકાયત કરવામાં આવી ન હોવાનું પણ પોલીસે કહ્યું હતું. ન્યુયોર્કમાં પ્રૂડની હત્યા પછી શહેરમાં તોફાનો ફાડી નીકળ્યા હતા. રસ્તામાં થુકી રહેલા ડેનિયલ પ્રૂડને પોલીસે બરબરતાથી દબાઇને ગળું દબાવતા તે માર્યો ગયો હતો.

તેના મોતના સમાચાર ચાલુ મહિનામાં જ બહાર આવ્યા હતા. ંઆંદોલનકારીઓએ પોલીસની ધરપકડ કરવા સાથે દેખાવ કર્યા હતા અને પોલીસ પર આ ઘટનાને છુપાવવાનો આરોપ મૂક્યો હતો. માર્ચ મહિનાની હત્યા અંગે શરૂઆતમાં શહેરના મેયરને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસ વડા લા રોન સિંગરલીને નોકરી પરથી દૂર કરાયા હતા.

અન્ય પોલીસ અિધકારીઓએ કહ્યું હતું કે તેઓ નિવૃત્ત થઇ જશે કે પછી ટોચના હોદ્દાઓ છોડી દેશ. જો કે સિમોન્સે અફસોસ વ્યક્ત કર્યો હતો કે કોેરોનાના કાળમાં પણ લોકો મોડી રાત્રે જંગી પાર્ટી કરે છે. કોરોનાવાઇરસના કારણે વહીવટી તંત્ર દ્વારા પાર્ટીઓ કરવા પર મૂકાયેલા પ્રતિબંધનો લોકો ભંગ કરે છે એ વ્યાજબી નથી.

(2:59 pm IST)