Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

દેશની પ્રથમ ક્રિસ્પર કોવિડ-19 ટેસ્ટ શરૂ કરવા ટાટા ગ્રુપને મંજૂરી

ટાટા ક્રિસ્પર ટેસ્ટિંગ સીએએસ9 પ્રોટીનનો ઉપયોગ કરનાર પ્રથમ વિશ્વનું એવું ટેસ્ટિંગ

મુંબઈઃ ટાટા ગ્રુપને ભારતીય દવાના નિયંત્રક જનરલ (ડીજીસીઆઈ) પાસેથી દેશની પ્રથમ ક્રિસ્પર કોવિડ-19 ટેસ્ટને વાણિજ્યિક રૂપથી શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. ટાટા સન્સે એક નિવેદન જારી કરીને તેની જાણકારી આપી છે.

કંપનીએ કહ્યું કે, તપાસ (Covid-19 Tracker)નું ચોક્કસ પરિણામ આપવામાં પરંપરાગત આરટી-પીસીઆર ટેસ્ટિંગની સમકક્ષ છે. સિવાય તે સસ્તુ અને ઓછા સમયમાં પરિણામ આપે છે. પદ્ધતિનો પ્રયોગ ભવિષ્યમાં અન્ય મહામારીઓના ટેસ્ટિંગ માટે પણ કરી શકાશે.

કંપનીએ કહ્યું કે, ટાટા ક્રિસ્પર ટેસ્ટિંગ સીએએસ9 પ્રોટીનનો ઉપયોગ કરનાર પ્રથમ વિશ્વનું એવું ટેસ્ટિંગ છે, જે સફળતાપૂર્વક કોવિડ-19 મહામારીને ફેલાવનાર વાયરસની ઓળખ કરી લે છે.

(12:24 am IST)