Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

બ્રિટન કવીન મહારાણી એલિઝાબેથ બીજાના શાસનમાંથી વધુ એક દેશ મુક્ત : 30 વર્ષના સમયગાળા પછી બાર્બાડોઝ હવે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું

બાર્બાડોઝ : એક સમયે અનેક દેશો ઉપર શાસન ભોગવનાર બ્રિટનના મહારાણી એલિઝાબેથની રાજ્સત્તામાંથી એકપછી એક દેશો મુક્ત થયા બાદ હવે બાર્બાડોઝએ પણ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવાનું નક્કી કર્યું છે.આથી હવે તે બ્રિટન કવીન મહારાણી એલિઝાબેથ બીજાના શાસનમાંથી મુક્ત થનારો વધુ એક દેશ બન્યું છે.
3 લાખની આબાદી ધરાવતા આ દેશના પ્રાઈમ મિનિસ્ટર તરીકે મિયા મોટલી જવાબદારી સંભાળશે.નવું બંધારણ તૈયાર થયે 2021 ની સાલમાં દેશ સૌપ્રથમ સ્વતંત્રતા દિન મનાવશે .
ઉલ્લેખનીય છે કે બ્રિટન કવીન મહારાણી એલિઝાબેથ બીજાના શાસનમાં હજુ બ્રિટન ઉપરાંત અન્ય 15  કોમનવેલ્થ રાષ્ટ્રો છે.જેના તેઓ મહારાણી છે.

 

(7:32 pm IST)