Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પરસ્પર સહમતિથી શારીરિક સુખ માણ્યું હતું : બળાત્કાર કેસમાં ફસાયેલા રાજસ્થાનના મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશીની દિલ્હી હાઈકોર્ટમાં અરજી : એફઆઈઆર રદ કરવા વિનંતી કરી

ન્યુદિલ્હી : રેપ કેસમાં ફસાયેલા રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં રોહિત જોશીએ હનીટ્રેપ સાથે જોડાયેલા રેપ કેસ અંગે જણાવ્યું છે. રોહિતે દિલ્હી સદર બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી છે.

રોહિતે દિલ્હી સદર બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી છે. તેણે કહ્યું- ફેસબુક દ્વારા યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી. પરસ્પર સંમતિથી શારીરિક સુખ માણ્યું હતું . યુવતી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે તેને બ્લેકમેલ કરીને અને તેની પત્નીને છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહી હતી.

રોહિતે કોર્ટમાં કહ્યું કે તે ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ પિતા રાજી ન થયા. રોહિત જોષી હાલ ફરાર છે. તેની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ ઉત્તરાખંડ પણ ગઈ હતી. રોહિત જોશી 18 મેના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પોલીસના રિસર્ચ ઓફિસર સમક્ષ હાજર થવાના હતા, પરંતુ હાજર થયા ન હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:26 pm IST)