Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સોનિયા ગાંધી સાથે મંત્રણા કરતાં નરેશ પટેલ

એક પણ કોંગ્રેસનો ધારાસભ્‍ય ભાજપમાં જાય નહિં તેની કાળજી રાખવા થયેલી ચર્ચાઓ

આજે બપોરે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સાથે નરેશભાઈ પટેલ સોનિયા ગાંધીને મળ્‍યા હતા. આ મીટીંગમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્‍યો અને ખાસ કરીને હાર્દિક પટેલ સાથે ઘરોબો ધરાવતા અડધો ડઝનથી વધુ ધારાસભ્‍યો કોઈ કાળે ભાજપમાં જોડાય નહિં તેની કાળજી રાખવાની વ્‍યૂહરચના ઘડાઈ હતી તેમ જાણવા મળે છે. આ ઉપરાંત સોનિયા ગાંધીએ નરેશભાઈ પટેલ તાત્‍કાલીક કોંગ્રેસમાં જોડાય જાય તેવુ પણ સોનિયા ગાંધી ઈચ્‍છે છે.
દરમિયાન એવી ચર્ચા છે કે આગામી કેટલાક દિવસોમાં હાર્દિક પટેલ સાથે નજદીકનો ઘરોબો ધરાવતા સાતેક ધારાસભ્‍યો ભાજપમાં જોડાઈ જશે. ખુદ હાર્દિક પણ આવતા થોડાક દિવસોમાં સ્‍મૃતિ ઈરાનીની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી પણ ભારે ચર્ચાઓ ચાલે છે. જો કે આ બાબતે સત્તાવાર સમર્થન મળતુ નથી.

 

(3:41 pm IST)