Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રૂપિયાનું ધોવાણ વધારશે રોજગારીનું સંકટઃ છટણીનો દોર શરૂ

લોકોને નોકરી જવાનો લાગી રહ્ના છે ડરઃ વ્યાજ દરો વધવાથી પણ રોજગારીના સર્જન પર લગામ

નવી દિલ્હી, તા.૨૦ ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો ધંધાર્થી ની સાથે-સાથે રોજગારીના મોરચો પણ મુશ્કેલીઅો વધારી રહ્ના છે. વિદશી રોકાણકારોના સતત વેચાણ વચ્ચે ગુરૂવારે ૧૦ પૈસાના ઘટાડા સાથે રૂપિયો ૭૭.૭૨ પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે બધા થયો હતો. રૂપીયાની નબળાઇથી થનારી અસરને ધ્યાનમાં રાખીને હીરા ઝવેરાત ક્ષેત્રના સ્ટાર્ટઅપોઍ છંટણી શરૂ કરી દીધી છે. આગામી સમયમાં આની અસર કપડા અને અન્ય ક્ષેત્રોમાં પણ થાય તેવો ભય વ્યકત કરાઇ રહ્ના છે.

સુરતમાં હીરા ઘસવા સાથે સંકળાયેલી ઘણી કંપનીઓ૨.૫ લાખ કારીગરોને રજા પર મોકલી દીધા છે. કંપનીઓનું કહેવુ છે કે તેઅો રશીયન કંપની અલરોસા પાસેથી કાચો માલ આયાત કરે છે અને તેને તૈયાર કરીને પછી નિકાસ કરે છે. અમેરિકાઍ અલરોસા પર પ્રતિબંધ મૂકયો છે. વિશ્વભરની હીરાની આયતમાં તેની હિસ્સેદારી ૩૦ ટકા જેટલી છ. ઍટલે કંપનીઅોના કહેવા અનુસાર કામ બંધ કરવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી.

ભારત હીરા ઝવેરાતનો સૌથી મોટો આયાતકાર અને નિકાસકાર દેશ છે. ઍટલે જ ડોલર સામે રૂપિયાની નબળાઇ આ ક્ષેત્ર માટે સૌથી મોટો પડકાર છે. દેશની કંપનીઅો કાચા હીરા આયાત કરે છે જેનું પેમેન્ટ ડોલરમાં થાય છે. ડોલર મોîઘો હોવાથી વેપારીઅોઍ વધારે રકમ ખર્ચવી પડે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં જારદાર રોજગારી દેનારા સ્ટાર્ટઅપ પણ હવે છંટણી કરવા લાગ્યા છે. ફકત મે મહીનામાં જ વેદાંતુઍ અત્યાર સુધીમાં ૬૦૦ થી વધારે લોકોને કાઢી મુકયા છે. તો કાર્સર૪ પણ ૬૦૦ લોકોની છટણીની જાહેરાત કરી ચૂકી છે. ઍક અનુમાન મુજબ આ ક્ષેત્રમાં પાંચ હજાર લોકોની છટણી થવાની આશંકા છે. ઍક અનુમાન મુજબ આ ક્ષેત્રમાં પાંચ હજાર લોકોની છટણી થવાની આશંકા છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે સ્ટાર્ટઅપમાં પૈસાનો ફલો ઘટવા લાગ્યો છે. ૧૦૦માંથી ૨૩ યુનિકોર્ન જ નફો કરી રહ્ના છે.

દુનિયાભરની સેન્ટ્રલ બેîકોઍ વ્યાજ દર વધાર્યા પછી આરબીઆઇ પણ વ્યાજદર વધારવા મજબૂર બની છે. નિષ્ણાતોનું કહેવુ છે કે આરબીઆઇ વ્યાજ દર ના વધારત તો વિદેશી રોકાણકારો દ્વારા ડોલર ઉપાડી લેવાનુ વધી જાત અને રૂપીયો વધારે નબળો પડત, પણ તેના કારણે લોન હવે મોîઘી બની છે. તેના લીધે ઍમઍસઍમઇ, રીયલ ઍસ્ટેટ સેકટરોમાં રોજગારી સર્જન પર બ્રેક લાગી ગઇ છે.

(11:05 am IST)