Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કોહલીની વિરાટ ઇનિંગ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટે હરાવ્યું : ટોપ-4માં પહોંચ્યું

ગુજરાતના 168 રનના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18.4 ઓવરમાં 2 વિકેટે 170 રન બનાવ્યા અને મેચ 8 વિકેટે જીતી લીધી.

બેંગ્લોર માટે આજે મેચ જીતવી એ કરો યા મરો બરાબર હતી. ખરા સમયે વિરાટ કોહલીની બેટ ચાલ્યુ હતુ અને જેને લઈ બેંગ્લોરને જીત આસાન થઈ હતી.

IPL 2022 ની 67મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈન્ટસ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. વિરાટ કોહલી અડધી સદીની રમત વડે બેંગ્લોરની જીતનો પાયો નંખાયો હોચ. બેંગ્લોરે 19મી ઓવરમાં જ 8 વિકેટ થી જીત મેળવી લીધી હતી.  ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ગુજરાતે 168 રન 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સ્કોર કર્યો હતો. હાર્દિક પંડ્યાએ ગુજરાત માટે અડદી સદી ફટકારી હતી.

ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18.4 ઓવરમાં 2 વિકેટે 170 રન બનાવ્યા અને મેચ 8 વિકેટે જીતી લીધી.

ગુજરાત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા છે. પંડ્યાએ 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 1, સાહા 22 રન, વેડ 16 રન અને મિલર 34 રને પેવેલિયન પરત ફર્યા હતા.

RCB પાસે પ્લેઓફમાં સ્થાન મેળવવાની આશાઓ માટે વાનખેડે સ્ટેડિયમ ખાતેની તેમની છેલ્લી લીગ મેચમાં ટોચની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી તક હશે. બેંગ્લોર 13 મેચમાં સાત જીત અને 14 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમા સ્થાને છે. જીત તેમને 16 પોઈન્ટ પર લઈ જશે પરંતુ અન્ય ટીમો પણ 16 પોઈન્ટ પર છે અને આવી સ્થિતિમાં નેટ રન રેટ મહત્વની ભૂમિકા ભજવશે. આરસીબીનો રન રેટ માઈનસમાં છે જે અંતે તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

(11:31 pm IST)