Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પીએમ મોદીએ જાપાનના પીએમને ‘કદમવુડ જાળી બોક્સ’માં ચંદનની બુદ્ધની પ્રતિમા ભેટમાં આપી

બંને નેતાઓએ પાર્કમાં લગાવેલા બોધિ વૃક્ષની મુલાકાત લીધી: પીએમ મોદી અને કિશિદાએ લસ્સી, કેરીના બાફલાની સાથે ‘પાણીપુરી’ની પણ મજા માણી

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા હાલમાં ભારતની મુલાકાતે છે. કિશિદા દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા. બંને નેતાઓએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીએ જાપાનના પીએમને ‘કદમવુડ જાળી બોક્સ’માં ચંદનની બુદ્ધની પ્રતિમા ભેટમાં આપી હતી. આ પ્રતિમા કર્ણાટકની સમૃદ્ધ વિરાસત સાથે જોડાયેલી છે.

આ સાથે બંને નેતાઓએ પાર્કમાં લગાવેલા બોધિ વૃક્ષની મુલાકાત લીધી હતી. આ પછી મોદી અને કિશિદાએ લસ્સી, કેરીના બાફલાની સાથે ‘પાણીપુરી’ની પણ મજા માણી હતી. આ વર્ષ જાપાન અને ભારત બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આ વર્ષે G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જ્યારે જાપાન પાસે G-7ની યજમાની કરવાની તક છે

(11:07 pm IST)