Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પંજાબમાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસ.એમ.એસ.સેવાઓ પર પ્રતિબંધ મંગળવાર સુધી લંબાવ્યો

મંગળવાર બપોર સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પરનો પ્રતિબંધ

નવી દિલ્હી :  પંજાબ સરકારે મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ (મેસેજીંગ) સેવાઓ પરનો પ્રતિબંધ મંગળવાર બપોર સુધી લંબાવ્યો છે. ખાલિસ્તાન તરફી કટ્ટરવાદી અમૃતપાલ સિંહની શોધ સોમવારે ત્રીજા દિવસે પણ ચાલુ છે.પંજાબ સત્તાવાળાઓએ શનિવારે ઇન્ટરનેટ અને SMS સેવાઓ રવિવાર બપોર સુધી સ્થગિત કરી દીધી હતી. આ પછી પ્રતિબંધને સોમવારે બપોર સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે આજે મંગળવાર બપોર સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પરનો પ્રતિબંધ લંબાવ્યો છે.

(9:44 pm IST)