Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જમ્મુ-કાશ્મીર પ્રશાસન નકલી PMO અધિકારીઓની સામે ઘુંટણિયે પડી ગયુ : ફારૂક અબ્દુલ્લાના પ્રહાર

તંત્રએ કહ્યું -જે જોઈએ તે લઈ લો. બુલેટ પ્રૂફ કાર આપી, 5 સ્ટાર હોટલમાં રોકાવા માટે, ઉરી પણ લઈ જઈ તપાસ કરાવી

નવી દિલ્હી : જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું, 'એક વ્યક્તિ (કિરણ પટેલ) આવ્યો, પ્રશાસનને કહ્યું કે હું પીએમ ઓફિસમાં કામ કરું છું. વહીવટીતંત્રને પણ ખબર ન હતી કે તે કોણ છે, બસ આ લોકો તેની સામે ઘુંટણિયે પડી ગયા. કહ્યું જે જોઈએ તે લઈ લો. બુલેટ પ્રૂફ કાર આપી, 5 સ્ટાર હોટલમાં રોકાવા માટે, ઉરી પણ લઈ જઈ તપાસ કરાવી.

(9:04 pm IST)