Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાના મોસ્કો પહોંચ્યા

મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા છે. આ મુલાકાત પહેલા જિનપિંગે કોઈ માહિતી આપી ન હતી કે તેઓ આ મુલાકાત શા માટે જઈ રહ્યા છે. જોકે જિનપિંગની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. જોકે પુતિને આ ધરપકડ વોરંટની અવગણના કરી છે

(8:57 pm IST)