Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

MBBS ડોક્ટર્સ પાસેથી ત્રણ વર્ષમાં ગુજરાત સરકારે બોન્ડ પેટે 139 કરોડ વસુલ કર્યા : આરોગ્ય મંત્રીએ ગૃહમાં આપી માહિતી

ડૉક્ટરોને નિમણૂક આપ્યા બાદ તેઓ ફરજ પર હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવાની કામગીરી

ગાંધીનગર :  હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં રાજ્યના ડૉક્ટર્સ પાસેથી બોન્ડની રકમ વસૂલવા અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી કોલેજોમાંથી એમ.બી.બી.એસ. પાસ કર્યા હોય તેવા ડૉક્ટરોને નિમણૂક આપ્યા બાદ તેઓ ફરજ પર હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં આવા ડોક્ટરો પાસેથી કુલ રૂ. 139 કરોડ જેટલી માતબર રકમની વસૂલાત કરવામાં આવી છે.

(8:30 pm IST)