Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

એક તરફી પ્રેમે ભયાનક હત્યાકાંડ સર્જયો

લંબૂ માત્ર રાગીણીને મારવા માગતો હતોઃ પણ કાજલ અને કોમલનો ભોગ લઇ લીધોઃ ઉન્નાવકાંડનો હત્યારો ઝડપાઇ ગયો

લખનૌ તા. ર૦ : ઉત્તર પ્રદેશના ઉન્નાવ પંથકમાં બે દલિત કિશોરીના ભેદી મોત અને એકની ગંભીર સ્થિતિ સર્જાયાના બનાવના દેશભરમાં પડઘા પડયા છે ત્યારે સમગ્ર ઘટના પાછળ ''એકતરફી પ્રેમ'' ની વાત બહાર આવી છે.

આ ભયાનક કાંડ સર્જવા પાછળ રહેલ વિનયકૂમાર ઉર્ફે લંબૂને તેના સગીર વયના મદદગાર દોસ્ત સાથે પોલીસે ઝડપી લીધેલ છે.

પોલીસે કહ્યું કે ખેતરમાં દુપટ્ટો બાંધેલ હાલતમાં મૃત્યુ પામેલ મળી આવેલ.

૧૩ થી ૧૭ વર્ષની ત્રણ કિશોરીઓ પૈકી રાગીણી સાથે પડોશના ખેતરમાં રહેતો લંબૂ એકતરફી પ્રેમ કરવા લાગેલ. અનેકવાર લંબૂએ રાગીના સામે પ્રેમનો પ્રસ્તાવ રાખેલ જે રાગીણીએ નકારી કાઢેલ. અને ના પાડી દીધેલ. આથી નારાજ લંબૂ ઉર્ફે વિનયે માત્ર રાગીણીને મારવા યોજના બનાવી પરંતુ તેની બે બહેનો કાજલ અને કોમલના મોત થઇ ગયા.

જયારે રાગીણીનો ઇલાજ કાનપુરમાં થઇ રહ્યો છે. તેનીગંભીર સ્થિતી છે.

રાગીણી રોજની જેમ કાજલ અને કોમલ સાથે ખેતરમાં પાક કાપી રહી હતી. લંબૂ ગામના જ એક સગીર વયના મિત્ર સાથે ત્યાં પહોંચ્યો પોતાની સાથે એક બોટલ પાણીમાં ઘઉંમાં નાખવાની જંતુનાશક દવા ભેળવી સાથે લઇ ગયેલ. રાજૂ દ્વારા ગામમાંથી ચિપ્સ મંગાવી.લંબૂએ તેને ચિપ્સ ખવડાવી અને રાગીણીએ પાણી માગ્યું તો ઝેરવાળી પાણીની બોટલ તેને આપી દીધી.

રાગીણીએ પાણી પીને બોટલ કાજલને આપી, કાજલે કોમલને આપી. થોડી જ વારમાં ત્રણે બેહોશ થઇ ગઇ. આવું બનતા જ લંબૂ અને રાજૂ ત્યાંથી ભાગી ગયા. આ ઘટનામાં કાજલ-કોમલના મોત થયા આ બન્નેને કોઇ સાથે દુશ્મની ન હતી. ચિપ્સનું પેકેટ મળી આવેલ અને બાતમીદારે માહિતી આપતા લંબૂને પકડી લેવામાં આવેલ. અને આ ભયાનક કાંડ ખૂલ્લો પડયો.

(11:30 am IST)