Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કોરોના કાળમાં ભારતની વધુ એક સિધ્ધિ

ફકત ૩૪ દિવસમાં ૧ કરોડથી વધુને કોરોના રસી મુકાઇ

અમેરિકા બાદ રસીકરણમાં ભારત અગ્રેસર : વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું

નવી દિલ્હી તા. ૨૦ : ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેકસીનેશન અભિયાન ચાલી રહ્યું છે. સૌથી ઝડપથી વેકસીન આપવામાં ભારત દુનિયાભરમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ચૂકયું છે. ભારતમાં ૧ કરોડથી વધુ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે. આ આંક ભારતે ફકત ૩૪ દિવસમાં મેળવ્યો છે. શુક્રવાર સુધીમાં દેશમાં ૧ કરોડથી વધારે લોકોને વેકસીનેશન કરાયું છે. અમેરિકાએ ૩૧ દિવસમાં ૧ કરોડ લોકોને વેકસીન આપી હતી.

ભારતમાં કોરોનાની લડાઈના વિરોધમાં ૧૬ જાન્યુઆરીએ વેકસીનેશન શરૂ કરાયું. આ સાથે જ થોડા જ દિવસોમાં સૌથી વધુ વેકસીન આપવાનો પ્રબંધ પણ કરાયો. કેટલાક લોકો સંકોચ કરી રહ્યા હતા અને તેની ગતિ ધીમી પડી આ કારણે અમેરિકા આગળ નીકળી ગયું.

ભારતે પોતાના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેકસીનના ૧ કરોડથી વધારે ડોઝ આપ્યા છે અને તે પણ ફકત ૩૪ દિવસમાં કરાયું છે. દુનિયામાં આવું કરનારો ભારત અમેરિકા બાદનો બીજો દેશ છે.

સરકારના આંકડા અનુસાર ૧૮ ફેબ્રુઆરીની સાંજે ૧ કરોડથી વધુ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે. સરકારે ફરીથી કહ્યું કે એક દિવસ પહેલાં વિંડો બંધ કરવાનો મતલબ છે કે બંને વેકસીન સુરક્ષિત અને પ્રતિરક્ષાત્મક છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે વેકસીનના કારણે દેશમાં કોઈ ગંભીર ઘટના જોવા મળી નથી અને વેકસીનેશનના કારણે કોઈનું મોત પણ થયું નથી. હું દરેક પ્રોફેશનલ્સને અનુરોધ કરું છું કે તેઓ વેકસીન લગાવડાવે.

૧૨ રાજયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૭૫ ટકાથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓને વેકસીનનો પહેલો ડોઝ અપાઈ ચૂકયો છે. આ રાજયોમાં બિહારમાં ૮૪.૭ ટકા, ત્રિપુરામાં ૮૨.૯ ટકા, ઓરિસ્સામાં ૮૧.૮ ટકા, ગુજરાતમાં ૮૦.૧ ટકા, છત્તીસગઢમાં ૭૯.૭ ટકા, ઉત્તરાખંડમાં ૭૭.૭ ટકા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ૭૫.૬ ટકા, હિમાચલમાં ૭૫.૪ ટકા અને રાજસ્થાનમાં ૭૫ ટકા વેકસીનેશન થયું છે. સૌથી ઓછું વેકસીનેશન પોડિચેરીમાં ૩૦.૨ ટકા થયું છે. દિલ્હીમાં પણ ૪૬.૫ ટકા સ્વાસ્થ્યકર્મીઓને વેકસીનનો પહેલો ડોઝ અપાયો છે.

આ દિવસે દેશમાં કુલ ૬ લાખ ૫૮ હજાર ૬૭૪ લોકોએ વેકસીન લીધી હતી. આ દિવસે ભારતે ૧ કરોડનો આંક વેકસીનેશનને માટે પાર કર્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે દેશમાં અત્યાર સુધી ૧ કરોડથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની વેકસીન અપાઈ ચૂકી છે. તેમાં ફકત ૩૪ દિવસનો સમય લાગ્યો છે.

કોરોનાની લડાઇમાં ૭ રાજ્યોમાં જોવા મળી ઢીલ : ૫૦ ટકા રસીકરણ પણ થયું નથી

નવી દિલ્હી તા. ૨૦ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ૭ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનું વેકસીનેશન ૫૦ ટકા પણ પૂરું થયું નથી.

પીએમ મોદીએ કહ્યું છે કે જયાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નબહીં. પણ હવે વેકસીનેશનને લઈને ૭ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઢીલાશ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે ૭ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વેકસીનેશનનો પહેલો ડોઝ પણ ૫૦ ટકા જેટલો પણ પૂરો થયો નથી. લદ્દાખમાં ૪૯ ટકા, નાગાલેન્ડમાં ૩૮.૬ ટકા, તમિલનાડુમાં ૪૮.૮ ટકા, દિલ્હીમાં ૪૬.૫ ટકા, ચંડીગઢમાં ૩૪.૩ ટકા પોંડીચેરીમાં ૩૦.૨ ટકા અને પંજાબમાં ૩૮.૪ ટકા વેકસીનેશન થયું છે. અહીં સ્વાસ્થ્ય કર્મીઓને વેકસીનનો પહેલો ડોઝ જ અપાયો છે.

(10:19 am IST)