Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પાસપોર્ટ બનાવવા માટેના નિયમોમાં થયા ખાસ ફેરફાર

નવી દિલ્હી તા. ૨૦ : હાલમાં જ વિદેશ મંત્રાલયે પાસપોર્ટની અરજી માટે જોડાયેલા નિયમોમાં બદલાવ કર્યો છે. માતા-પિતાની જાણકારી, જન્મનું પ્રમાણપત્ર અને લગ્ન કરેલા લોકો અને જેમણે છૂટાછેડા લીધા હોય તેમની માટે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.

જુના નિયમો મુજબ જન્મનું પ્રમાણપત્ર આપવું ફરજીયાત હતું, જેનો જન્મ ૨૬ જાન્યુઆરી ૧૯૮૯ અથવા તેના બાદ થયો હોય. પરંતુ નવા નિયમોમાં તેના કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. હવે કોઈપણ નગરપાલિકાના રજીસ્ટ્રાર, જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રાર અથવા પ્રમાણિત ઓથોરિટી તરફથી જન્મ તારીખને માન્ય ગણવામાં આવશે. આ સાથે જ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલું ટ્રાન્સફર અથવા સ્કૂલ લીવિંગ સર્ટી માન્ય ગણવામાં આવશે.

પાન કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવશે. આધાર કાર્ડ અથવા ઈ-આધારની મદદથી પણ અરજી કરી શકાશે. ડ્રાઈવિંગ લાઈસેન્સ અને ચૂંટણી કાર્ડ જેવા આઈડી માન્ય છે. નવા નિયમો મુજબ હવેથી પાસપોર્ટના આવેદન માટે માતા-પિતા બંનેના નામો આપવા જરૂરી નથી. આ સાથે સાધુ સંતો પોતાના આધ્યાત્મિક ગૂરૂનું નામ આપી શકે છે.

હવે કોલમની સંખ્યમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં A, C, D, E, J અને K હટાવવામાં આવ્યા છે. જયારે કેટલીક કોલમો ભેગી કરવામાં આવી છે. પેહલા તમામ કોલમોમાં નોટરી, કાર્યકારી મેજીસ્ટ્રેટ, ફર્સ્ટ કલાસ ન્યાયિક મેજીસ્ટ્રેટની ખરાઈ કરવામાં આવતી, હવે આવેદન કર્તા સાદા કાગળમાં પોતાની સહિ કરી શકે છે. અરજી કર્તાને સહિ સિક્કા માટે હવેથી ભાગદોડ નહી કરવી પડે. મેરેજ સર્ટીને હટાવવામાં આવ્યું છે. આ સાથે જેમણે છૂટાછેડા લીધા છે તેમણે પતિ અથવા પત્નીનું નામ આપવાની જરૂર નથી.

(10:33 am IST)
  • પાકિસ્તાનના ક્રિકેટ માળખામાં સુધારાની જરૂર, પ્રતિભાઓની અછત નથી : અખ્તર ભૂતપૂર્વ ફાસ્ટ બોલરને ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે બનાવ્યો સલાહકાર અને બ્રેન્ડ એમ્બેસેડર access_time 12:16 pm IST

  • મોજામ્બિકઃ વરસાદના કારણે કચરાનો ઢગલામાં દબાઈ જતા ૧૭ના મોત :આ ઘટનામાં લગભગ અડધા ડર્ઝન જેટલા મકાનોને નુકશાન : બીજાવાર આવી ઘટના થવાના ડરના કારણે કેટલાય લોકો ઘર છોડીને ભાગી ગયા : વધુ લાશો કચરાના ઢગલામાં દબાયેલી હોવાની સરકારને આશંકા access_time 4:07 pm IST

  • શ્રેષ્ઠ રાષ્ટ્રપતિઓની યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો છેલ્લો નંબર : પ્રેસિડેન્ટસ એન્ડ એકઝીકયુટીવ પોલીટીકસ પ્રેશિડેન્શીયલ ગ્રેટનેસ સર્વે-૨૦૧૮માં અમેરીકી ઈતિહાસના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિઓની યાદીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ૪૪મા સ્થાને : ૧૭૦ રાજનૈતિક શાસ્ત્રિયોઓના મત પર આધારિત સર્વેમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આઠમા સ્થાન પર, અબ્રાહમ લિંકન પ્રથમ અને જોર્જ વોશિંગ્ટન બીજા સ્થાન પર છે access_time 4:06 pm IST