Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કોંગી સરકાર પર સમાજને વિભાજિત કરવાનો આક્ષેપ

મૈસુરમાં મોદીએ જાહેરસભાને આક્રમકરીતે સંબોધીઃ જનતાને હવે કમિશનવાળી સરકાર જોઇએ છે પછી મિશન ધરાવતી સરકાર જોઇએ છે : મોદીએ લોકોને પ્રશ્ન કર્યો

મૈસુર, તા.૧૯: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત હાસલ કરવાના ઇરાદાથી ભાજપ અને કોંગ્રેસે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. કર્ણાટકના પ્રવાસ દરમિયાન મોદીએ આજે મૈસુરમાં એક સભાને સંબોધી હતી. આ ગાળા દરમિયાન મોદીએ ઉપસ્થિત લોકોને કર્ણાટકની પ્રજાને પ્રશ્ન કર્યો હતો. પ્રજાને કમિશનવાળી સરકાર જોઇએ છે કે પછી મિશનવાળી સરકાર જોઇએ છે તેવો પ્રશ્ન કરીને મોદીએ જોરદાર ચર્ચા જગાવી હતી. એટલું જ નહીં તેઓએ કર્ણાટકની સત્તારુઢ કોંગ્રેસ સરકાર પર સમાજને વિભાજિત કરવાનો આક્ષેપ કર્યો હતો. મોદીએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેને લઇને રાજકીય પક્ષો જીત મેળવવા માટે પ્રયાસોમાં લાગેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના પ્રવાસમાં પેલેસ હમસફર એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી. આ ટ્રેન મૈસુરથી ઉદયપુર સુધી ચાલશે. આની સાથે જ કર્ણાટકના શ્રવણબેલગોલામાં ભગવાન બાહુબલીના પ્રથમ મહા મસ્તકાભિષેક દરમિયાન હાજરી આપી હતી. ૨૫ વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ યાત્રા છે. મોદીએ ત્યારબાદ જનસભા યોજી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ અહીંના મુખ્યમંત્રી અને તેમના સાથી પક્ષોને કહેવા માંગે છે કે, તેમની પાર્ટી કર્ણાટકમાં પણ અને દિલ્હીમાં પણ રહી છે. સ્વતંત્રતા બાદ ૭૦-૮૦ ટકા ગાળામાં કોંગ્રેસની સરકાર રહી છે. આજે જે માંગો થઇ રહી છે તે પહેલા પણ થતી રહી છે. આજે જે સમાજમાં તિરાડો પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે તે યથાવત જારી રહ્યા છે. મોદીએ મૈસુરમાં આયોજિત રેલીમાં કહ્યું હતું કે, હવે કર્ણાટકને ગતિની જરૂર છે. કર્ણાટક નવી ઉંચાઈ ઉપર પહોંચે તે જરૂરી છે. કેન્દ્રમાં એવી સરકાર છે જે દરેક રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ છે. નાના મનના લોકો કર્ણાટકમાં છે જેમને માત્ર પોતાની કુરશીની ચિંતા છે.

(8:45 pm IST)