Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પરિણામની સાથે સાથે.......

નાના પક્ષોનો પણ એકંદરે સારો દેખાવ રહ્યો

અમદાવાદ, તા. ૧૯ : રાજ્યની ૭૪ નગરપાલિકાઓના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે નગરપાલિકાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો છે. ચૂંટણીમાં ભાજપે પોતાની પ્રથમ પરીક્ષામાં કોંગ્રેસને પછડાટ આપી દીધી છે. રાજ્યમાં ૭૫ નગરપાલિકાઓમાંથી ભાજપે ૪૭ નગરપાલિકાઓમાં કબજો જમાવ્યો છે જ્યારે ૧૬ નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતિ મળી છે. પરિણામની સાથે સાથે નીચે મુજબ છે.

*    રાજ્યની ૭૪ નગરપાલિકાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા

*    ૭૪ નગરપાલિકાઓમાંથી ભાજપે ૪૭ નગરપાલિકાઓ ઉપર કબજો જમાવ્યો

*    કોંગ્રેસ પાર્ટીને ૧૬ નગરપાલિકાઓમાં જીત મેળવીને સંતોષ માનવાની ફરજ પડી

*    નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને ગત ચૂંટણીની સરખામણીમાં ૧૪ નગરપાલિકા ગુમાવવાની ફરજ પડી છે

*    ૨૦૧૩માં નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને ૬૦ નગરપાલિકા મળી હતી

*    કોંગ્રેસના ખાતામાં કેટલીક નવી સીટો અને નગરપાલિકા ઉમેરાઈ હોવા છતાં પુરતો લાભ લેવામાં કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ રહી છે

*    મોદીના વતન વડનગરમાં ભાજપને ૨૮માંથી ૨૭ સીટોં પર જીત મળી છે

*    જાફરાબાદ નગરપાલિકામાં ભાજપને પહેલાથી જ નિર્વિરોધ જીત મળી હતી

*    વલસાડની પારડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરી ટક્કર રહી

*    કોંગ્રેસને છથી વધુ નગરપાલિકાઓનો સીધો ફાયદો થયો છે

*    એકંદરે કોંગ્રેસનો દેખાવ વિધાનસભાની ચૂંટણીની જેમ જ સુધારા સાથે સારો રહ્યો છે

*    ભાજપને શહેરી વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો

*    છ નગરપાલિકાઓ ઉપર અપક્ષનો દબદબો રહ્યો

*    અન્ય છ બેઠકો એવી રહી છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી કોઇને જીત મળી નથી

*    એનસીપી અને બહુજન સમાજ પાર્ટી એકએક નગરપાલિકા આંચકી લીધી છે

*    ચાર નગરપાલિકાઓમાં અપક્ષનો દબદબો રહ્યો

*    છ નગરપાલિકા મિશ્ર રહી છે

*    કુલ બેઠકોની રીતે જોઇએ તો ૨૦૬૦ બેઠકો પૈકી ભાજપને ૧૧૬૭ બેઠકો પર અને કોંગ્રેસને ૬૩૦ બેઠકો પર જીત મળી

*    ૧૭મી ફેબ્રુઆરીના દિવસે ૭૪ નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાઈ હતી

(7:39 pm IST)