Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રેલ્વે જે સ્ટેશન પર પુરતા પેસેન્જર નહીં હોય ત્યાં સ્ટોપેજ બંધ કરી દેશે

ટ્રેનની ઝડપ વધારવા, બચત કરવાના હેતુથી પગલું

નવી દિલ્હી તા. ૧૯ :.. ભારતીય રેલ્વેએ વિવિધ ટ્રેનના સ્ટોપે જ ઓછા કરવાનો નિર્ણય લીધો છે. જે સ્ટેશન પર ખાસ પેસેન્જર નહીં હોય અને સારી આવક નહીં થતી હોય તે સ્ટેશનના સ્ટોપેજ દૂર કરી દેવાશે. આમ કરવાથી ટ્રેનની ઝડપ વધારી શકાશે અને રેલ્વેને બચત પણ થશે. તમામ રેલ્વે ઝોનલને આ માટે આવા સ્ટેશનોની યાદી આપી દેવા કહયું છે. રેલ્વે મંત્રી પીયુષ ગોયલના નિર્દેશથી રચાયેલી એક સમિતિએ આપેલા રીપોર્ટને આધારે આ નિર્ણય લેવાયો છે. ટ્રેનના દરેક સ્ટોપેજ દીઠ ૧ર,૭૧૬ રૂપિયાથી લઇને ર૪,પ૦૬ રૂપિયા જેવો ખર્ચ થાય છે. કેટલાક સ્ટેશનો પર પેસેન્જરની સંખ્યા ન હોવાથી ત્યાં હોલ્ટ દૂર કરવાની માગણી કરી હોવા છતાં આવા આર્થિક રીતે પરવડે નહીં તેવા સ્ટેશનો પર સ્ટોપેજ રદ કરાયા નથી.

(5:00 pm IST)