Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

નાગાલેન્ડ ચૂંટણી : અડધાથી પણ વધુ ઉમેદવાર કરોડપતિ

નાગાલેન્ડમાં ૧૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં: નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીના દિવસે મતદાન : રાજ્યમાં કુલ ૧૧૮૯૨૬૪ મતદારો છે જે પૈકીના ૨૫૮૭૬ નવા

ગુવાહાટી,તા. ૧૯: નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. નાગાલેન્ડમાં ૨૭મી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાનાર છે. રાજ્યમાં ૧૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેલા છે. નાગાલેન્ડમાં જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે પૈકી અડધાથી વધારે કરોડપતિ છે. નાગા સમસ્યાના ઉકેલ માટે અભિયાનનુ નેતૃત્વ કરી રહેલી કોર કમિટી ઓફ નાગાલેન્ડ હોહોસ એન્ડ સિવિલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચૂંટણીમાં મોટા પાયે હિસ્સો લેવા માટે રાજકીય પક્ષોને અપીલ કરી છે. તમામ રાજકીય પક્ષો દશકો જુની નાગા સમસ્યાને ઉકેલી લેવા માટેની વાત કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર આના માટે એનએસસીએન-આઇએમ અને છ બળવાખોર જુથોના સંગઠન નાગા નેશનલ પોલિટિકલ ગ્રુપ્સ સાથે વાતચીત કરી રહી છે. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા ૧૧૮૯૨૬૪ નોંધાઇ છે. જે પૈકી ૨૫૮૭૬ નવા મતદારો નોંધાયા છે. આ વખતે જે મતદારો છે તેમાં ૬૦૦૫૩૬ પુરૂષ અને ૫૮૮૭૨૮ મહિલા મતદારો છે. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ૫૫૦ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે તમામ મતદાન કેન્દ્રો પર સીસીટીવી અને ઓફલાઇન વિડિયોગ્રાફી કરવાનો નિર્ણય કર્યો છે. નાગાલેન્ડમાં ચૂંટણી પહેલા આ વખતે રાજકીય પક્ષોની તાકાતના સમીકરણ કરવામાં આવી રહ્યા છે. ભાજપે નાગા પીપલ્સ ફ્રન્ટના નેતૃત્વમાં ડેમોક્રેટિક અલાયન્સ ઓફ નાગાલેન્ડ સાથે પોતાના ૧૫ વર્ષ જુના સંબંધને તોડી લીધા છે. ભાજપે તેની સાથે સંબંધ તોડીને હાલમાં જ રચવામા ંઆવેલા નેશનલ ડેમોક્રેટિક પોલિટિકલ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. રાજ્ય વિધાનસભામાં ૬૦ સીટો છે. આમાંથી ૨૦ અને એનડીપીપી  ૪૦ સીટો પર ચૂંટણી લડનાર છે. એનપીએફે ૫૮ સીટો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ એનપીએફ સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યુ છે.  નાગાલેન્ડમાં છેલ્લા બે વર્ષોમાં નેતૃત્વનુ સંકટ સર્જાઇ ગયુ છે. શહેરી સ્થાનિક નિગમોમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ સંગઠનોની સામે ઝુંકી જઇને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ટીઆર જેલિયાંગે મુખ્યપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધુ હતુ.

 

નાગાલેન્ડનુ ચૂંટણી ચિત્ર

નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. નાગાલેન્ડમાં ૨૭મી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાનાર છે. રાજ્યમાં ૧૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેલા છે. નાગાલેન્ડમાં જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે પૈકી અડધાથી વધારે કરોડપતિ છે.નાગાલેન્ડમાં હવે વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે કમર કસી લીધી છે. ત્રિપુરામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયા બાદ હવે નાગાલેન્ડમાં મતદાનને શાંતિપૂર્ણ રીતે પાર પાડવાની તૈયારી કરાઇ છે. નાગાલેન્ડનુ ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.

કુલ વિધાનસભા બેઠક

૬૦

ચૂંટણી યોજાશે

૬૦ બેઠકો

મતદાનની તારીખ

૨૭મી ફેબ્રુઆરી

ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

૧૯૫

કુલ મતદાનમથકો  સ્થાપિત

૫૫૦

કુલ મતદારો નોંધાયા

૧૧૮૯૨૬૪

નવા મતદારો નોંધાયા

૨૫૮૭૬

પુરૂષ મતદારો નોંધાયા

૬૦૦૫૩૬

મહિલા મતદારો નોંધાયા

૫૮૮૭૨૮

(1:13 pm IST)