Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રામ મંદિર વિવાદમાં આવી શકે છે નવો વળાંક

બાબરના આદેશની કોપી મળી : રામની ભૂમિ ગણી

આજમગઢ, તા. ૧૯:  અયોધ્યામાં શ્રી રામ મંદિર જન્મભૂમિને લઇને ચાલી રહેલ વિવાદ વચ્ચે સમાધાનની આશા જાગી છે. જનપદના નિવાસી અને રાજાશાહી વ્યવસ્થા સમયે માનદ મેજીસ્ટ્રેટ રહેલા રાય સાહેબ રાય-રાસબિહારી લાલના પૌત્ર અનુપકુમાર શ્રીવાસ્તવ પાસે એક એવો પત્ર મળ્યા છે જેનાથી રામ મંદિરના નિર્માણને વેગ મળી શકે છે.

બાબર દ્વારા પોતાના સેના પતિને મોકલાયેલ આદેશ જણાવે છે (જે ફારસી ભાષામાં છે) કે અયોધ્યાનીએ ઇમારતનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે જે હિન્દુઓના દેવતા ના અવતાર (જન્મ) લેવાની જગ્યા છે. દાવો છે કે આ આદેશ બાદ જ ૯૩પ હિજરીમાં મીર બાકીએ બાબરી મસ્જીદનું નિર્માણ કર્યુ હતું.

રાજવીઓની ફાઇલમાં રહેલ આ દસ્તાવેજ રામ મંદિર વિવાદના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

(12:01 pm IST)