Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઇસ્માઇલી જમાતના ૪૯માં ઇમામ નામદાર આગાખાનની જીવન ઝરમર

ભૌતિક સુખ પાછળ દોડ ન મુકવા શીખ : ઇમામતની મસ્નદ ઉપર બીરાજમાન થયાને ૬૧ વર્ષ થશે.... ઇસ્માઇલી જમાતના કલ્યાણ અર્થે નામદાર આગાખાન સદા તત્પર

વાપી તા. ૧૯ : ઇસ્માઇલી જમાતના ૪૯માં ઇમામ નામદાર આગાખાનના ભારત આગમન વેળાએ નામદાર આગાખાનની જીવનઝરમરનીએક ઝલક જોઇએતો.

૧૩મી ડિસેમ્બર ૧૯૩૬ ના રોજ સ્વિત્ઝરલેન્ડના જીનિવા ખાતે જન્મ. પિતાનું નામ અલીખાન, માતાનું નામ તાજુંદાવલાહ અલી ખાન, કરીમ અલ હુસૈનનું બાળપણ અને પ્રારંભનું શિક્ષણ કેન્યાના નૈરોબી ખાતે વીત્યું.

અહી તેમનેતેમના દાદા આગાખાન (ત્રીજા) એ અલીગઢ મૂસ્લિમ યુનિવર્સિટીના પ્રોફેસર પાસે પ્રાઇવેટ ટયુશન અપાવ્યું ત્યારબાદ તેઓ યુરોપના સ્વિત્ઝરલેન્ડ ખાતે નામાંકિત સ્કુલમાં જોડાય હતા અભ્યાસ આગળ ધપાવ્યો અને તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાં તેમણે બી.એ.ની પદવી મેળવી.

પરંતુ આ દરમ્યા ૧૯પ૭માં તેમના જીવનમાં એક અણધાર્યોવણાંક આવ્યો... તેમના દાદાજાન ગત ઇમામ સુલ્તાન મહમ્મદ શાહ (અ.સ.)નું ઈન્તેકાલ થયું... તેમણે પોતાની વસીયતમાં ફરમાવ્યુંહતું કે ''શિયા ઇસ્માઇલી મુસ્લિમ જમાતના એ હિતમાં છે કે એવી યુવાન વ્યકિત અમારી વારસદાર બને કેજે તાજેતરના વર્ષો દરમ્યાન તેમજ નવા યુગમાં પાલન પોષણ અને વિકાસ પામી હોય. અને જે પોતાના ઇમામ તરીકેના મર્તબામાં જીવન વિષે એક નવું દ્રષ્ટીકોણ લાવે...''

તેમના આ વસિયત અનુસાર ઇસ્માઇલી ઇતિહાસમાં એક પ્રભાવી યુગની શરૂઆત થઇ આમ દાદાજાનની આજ્ઞા અનુસાર ામત્ર ર૧ વષની યુવા વયે ૧૧ મી જુલાઇને ૧૯પ૭ ના રોજ કરીમ અલ હસૈની આગાખાન ચોથા ૪૯માં ઇમામ તરીકે તખ્ત પર બિરાજયાં...

નામદાર આગાખાને પ્રથમ ફરમાન માજ ફરમાવ્યું હતું કે  'અમારા દાદા શ્રી એ જિંદગીમાં છેવટ સુધી પોતાના રૂહાની બચ્ચાંઓની ભલાઇ માટે કાર્ય કર્યું હતું. અમો પણ અમારી જિંદગી તમોને અર્પણ કરીએ છીએ...' અને ખરેખર નામદાર આગાખાન આ વાતને આજે પણ વળગી રહ્યા છે.

નામદાર આગાખાનને એમનાજ શબ્દોમાં સાંભળીએ તો તેમણે કહ્યું કે રાતોરાત મારી આખી જિંદગી બદલાઇ ગઇ લાખો લોકોની જવાબદારી મારા ઉપર આવી છમને ખબર પડી ગઇ કે મારે ડોકટરેટ બનવાની આશા છોડી દેવી પડશે અને ખરેખર નામદાર આગાખાનએ ઘણા બદલીદાનો આપ્યા.

પોતાની સ્કીના રમતના શોખ નેતિલાંજલી આપી...પોતાના વાહન હંકારવાની સ્પીડને ઘટાડી...આવા અનેક ફેરફારો કરી જમાતના વિકાસના કામોમાં ધ્યાન પોરવ્યું.

ઇમામત દ્વારા રચાયેલી સંસ્થાઓએ આજે એક વિશાળ આગાખાન ડેવેલોપમેન્ટ નેટવર્કનું સ્વરૂપ ધારણ કર્યુ છે. આ નેટવર્ક આજે વિશ્વના રપ કરતા વધુ દેશોમાં કાર્ય કરી રહ્યું છે. અને તે પણ નાત જાતના ભેદભાવ વગર દરેક માટે ઉપલબ્ધ છે અને જેનું વાર્ષિક બજેટ કરોડો રૂપિયાનું હોવાનું કહેવાય છે. આગાખાન ડેવેલોપમેન્ટ નેટવર્ક હેઠળ શૈક્ષણીક હેલ્થ અને સામાજિક ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ સમાજના હિત માટે કામ કરી  રહી છે.

નામદાર આગાખાન સાહેબ સમય અને સંજોગો અનુસાર અમુલ્ય હિદાયતો પોતાની જમાતને આપતા રહ્ય છ.ે તેમણે પોતાના દેશને વફાદર રહી શિસ્તબધ્ધ નાગરીક બની રહેવાની વારંવાર સલાહ આપે છ.ે

શિક્ષણ ઉપર અતિભાર આપતા નામદાર આગાખાન યુવા પેઢીને રિસ્ક મેનેજમેન્ટ શીખડાવવાનો પણ આગ્રહ રાખે છે. તેઓ એ ભૌતિક સુખ પાછળ આંધળી દોટ ન મુકવા અને ભૌતિક રૂહાની જવાબદારીઓ વચ્ચે સર્વ સમય સમતુલા જાળવવાની જરૂરીયાત ઉપર પણ સતત ભાર મુકે છ.ે

નામદાર આગાખાન પોતાની જમાતના વ્યકિતઓએ વિકાસશીલ દેશોમાં જવા માટે ભાર આપતા રહ્યા છે. વિશ્વભરના રાજવી ઓમાં પ્રથમ દશમાં સ્થાન પામનાર નામદાર આગાખાનની ગણના િબિઝનેશ મેગ્નેટમાં થાય છે.નામદાર આગાખાન વિશ્વના પ્રથમ એવા ધર્મગુરૂ છે, કે જેમને કેનેડીયન પાર્લામેન્ટમાં જોઇન્ટ સેસશન કર્યું હોય.

યુ.કે.કેનેડા, ફ્રાંસ, મેરોસિયસ, ઇટલી, ઇરાન, જર્મની, ભારત, આયલેન્ડ, પાકિસ્તાન સહિતના અનેક દેશોએ નામદાર આગાખાનને વિવિધ ખિતાબોથી નવાજયા છ.ે

નામદાર આગાખાનની આ ભારત યાત્રાથીભારતભરમાં વસતા તેમના લાખો અનુયાયીઓ ખુશખુશાલ જણાય છે.(૬.૨)

(2:10 pm IST)