Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઇન્ટરનેટ પર છવાઇ ગયેલી પ્રિયા બની ગઇ 'અમૂલ ગર્લ'

નવી દિલ્હી : એકમાત્ર વીડિયોને કારણે રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી પ્રિયા પ્રકાશ વોરિયર હવે અમુલ ગર્લ બની છે. અમુલે તેના પોસ્ટરમાં પ્રિયાને અમુલ ગર્લ તરીકે રજૂ કરી છે. અમુલે તેના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર પ્રિયા પ્રકાશનો આ ફોટો શેર કર્યો છે. પ્રિયા પ્રકાશને પોસ્ટરમાં સ્કૂલ ગર્લ દર્શાવવામાં આવી છે. પોસ્ટરમાં આંખ મારતી પ્રિયા પ્રકાશના હાથમાં બ્રેડ-બટર છે અને ટેગલાઈન વિંક ઓલ, વિંક ઓલ, લિટલ સ્ટાર લખવામાં આવ્યું છે. પ્રિયા પ્રકાશની મલાયલમ ફિલ્મ ઓરુ અડાર લવ ત્રીજી માર્ચે રિલીઝ થવાની છે. આ જ ફિલ્મનું ગીત માનિક મલયારા પૂવી હમણાં જ રિલીઝ થયું છે. આ ગીત સોશિયલ મીડિયા પર આવતાં જ પ્રિયા પ્રકાશ છવાઈ ગઈ છે અને ઈન્સ્ટાગ્રામ પર પ્રિયા પ્રકાશના ફોલોઅર્સનું ઘોડાપૂર જોવા મળ્યું છે. પ્રિયા હાલમાં માત્ર ૧૮ વર્ષની જ છે અને ત્રિશૂરની વિમલા કોલેજમાં બી.કોમના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. પ્રિયાએ તેની પ્રથમ ફિલ્મમાં પણ વિદ્યાર્થીનીનો જ અભિનય કર્યો છે.

(9:49 am IST)