Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રજનીકાંત અને કમલ હાસને સાથે લંચ કર્યુ એમાં તાલિમનાડુમાં રાજકીય અટકળોની બજાર ગરમ થઇ

રજનીકાંતે કહ્યું કે કમલ હાસન તામિલનાડુના લોકોની સેવા કરવાના હેતુથી પોલિટીકસમાં આવવા માંગે છે

નવી દિલ્હી તા. ૧૯ :..  દક્ષિણ ભારતના બે સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસનના રાજકારણમાં પ્રવેશને પગલે તામીલનાડુના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. ગઇકાલે બપોરે કમલ હાસન અચાનક  જ ચેન્નઇમાં રજનીકાંતના ઘરે પહોંચી ગયા હતાં. બન્નેએ સાથે લંચ કર્યુ હતું. બન્ને સુપરસ્ટારની આ મુલાકાતથી રાજયમાં રાજકીય અટકળોની ચર્ચાએ ફરી એક વાર જો પકડયું છે.

કમલ હાસને આ મુલાકાત પાછળના રાજકીય હેતુને નકારી કાઢતાં એને એક શિષ્ટાચારરૂપ મુલાકાત ગણાવી છે. જો કે મુલાકાત બાદ  રજનીકાંતે જણાવ્યું હતું કે કમલ હાસન રાજનીતિમાં પ્રસિધ્ધી માટે નહીં પણ તામીલનાડુના લોકોની સેવા કરવાના હેતુથી આવવા ચાહે છે. ઇશ્વર તેમને સફળતા આપે.

કમલ હાસન ર૧ ફેબ્રુઆરીએ તેમના નવા પક્ષની જાહેરાત કરશે, જયારે રજનીકાંત નવો રાજકીય પક્ષ શરૂ કરવાની ઘોષણા કરી ચૂકયા છે. રજનીકાંતે જણાવ્યું હતું કે તેમનો પક્ષ તાલીમનાડુની તમામ ર૩૪ સીટ પરથી ચૂંટણી લડશે. આવામાં બન્ને સુપરસ્ટાર ભલે તેમની મુલાકાતને ઔપચારીક લેખાવે, પણ તામીલનાડુના રાજકીય વર્તુળમાં આ મુલાકાતે ખાસ્સી હલચલ મચાવી છે.

(5:01 pm IST)