Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સરકાર વીએસએનએલમાં તેનો તમામ હિસ્સો વેચી દેશે

કેન્દ્ર સરકાર ઓફર ફોર સેલ લાવી : કેન્દ્ર સરકાર ૨૬.૧૨ ટકાની તેની ભાગીદારી વેચવાની તૈયારીમાં, તેનાથી ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધારે મળશે

નવી દિલ્હી, તા. ૨૦ : કેન્દ્ર સરકાર ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ એટલે કે પૂર્વની વિદેશ દૂરસંચાર નિગમ લિમિટેડ (વીએસએનએલ)માં પોતાની તમામ ૨૬.૧૨ ટકા ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. આ માટે સરકાર ઓફર ફોર સેલ (ઓએફએસ) લઈને આવી છે. મોદી સરકારને આશા છે કે તેનાથી ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધારે કિંમત મળશે અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિનિવેશના લક્ષ્યોને હાંસલ કરવામાં થોડી મદદ મળશે, કેન્દ્ર સરકારની યોજના હેઠળ ટાટા કોમ્યુનિકેશન્સમાં સરકાર અમુક હિસ્સો ટાટા ગ્રૃપને વેચશે, તો અમુક હિસ્સો ઓએફએસ મારફતે સ્ટોક માર્કેટમાં વેચશે.

એક ન્યુઝ ચેનલના રિપોર્ટ મુજબ હજુ સુધી એ નક્કી થયું નથી કે કેટલા શેર ઓએફએસ મારફતે વેચવામાં આવશે અને કેટલા શેર ટાટા ગ્રૃપ ખરીદશે. પણ વિત્ત મંત્રાલયના સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (સીસીઈએ)એ ૧૬ ટકા ભાગીદારી ઓએફએસ મારફતે વેચવાની મંજૂરી આપી છે અને બાકીની ૧૦.૧૬ ટકા ભાગીદારી ટાટા ગ્રૃપને વેચવાનો નિર્ણય કર્યો છે. આ માટે ડીઆઈપીએએમએ મર્ચેન્ટ બેંકર્સ અને સેલિંગ બ્રોકર્સને બિડ માટે આમંત્રિત કર્યા છે. આ માટે બોલી લગાવવાની અંતિમ તારીખ ૩ ફેબ્રુઆરી છે અને ૪ ફેબ્રુઆરીએ બિડ્સ ઓપન થશે. સરકારે આ ટ્રાન્જેક્શનને ૨૦ માર્ચ ૨૦૨૧ સુધી પૂરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તમને જણાવી દઈએ કે ફજીદ્ગન્ને ૨૦૦૨માં પ્રાઈવેટાઈઝ કરવામાં આવી હતી અને તેનું નામ બદલીને ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ થઈ ગયું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ક્વાર્ટર૩ પરિણામોની જાહેરાત બાદ ટાટા કોમ્યુનિકેશન્સના શેરોમાં આજે શરૂઆતી કારોબારમાં ૭ ટકા સુધી ઘટાડો જોવા મળ્યા છે. બપોરે કંપનીના શેરમાં ૬.૬૩ ટકાનો ઘટાડાની સાથે ૧૦૫૪.૨૦ રૂપિપા પર ટ્રેડ થઈ રહ્યો છે.

(7:39 pm IST)