Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કમલા હૈરિસ વાઇસ પ્રેસિડન્‍ટપદના અમેરિકામાં શપથ લેનાર હોવાથી તામિલનાડુના તેના વતનમાં દિવાળી જેવો માહોલ

વૉશિંગ્ટન: અમેરિકામાં તનાવ વચ્ચે ડેમોક્રેટ નેતા જો બિડેન આજે રાષ્ટ્રપતિ પદ, તો કમલા હેરિસ વાઈસ પ્રેસિડન્ટ પદના શપથ લેશે. જેને લઈને તમિલનાડુના થુલેસેન્દ્રપુરમ ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના લોકોએ દુકાનો અને પોત-પોતાના ઘરો પર ઠેર-ઠેર કમલા હેરિસના મોટા-મોટા પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લગાવ્યાં છે.

મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રેત છે કમલા હેરિસ

મૂળ ભારતીય કમલા હેરિસ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. જેને લઈને ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, કમલા હેરિસ માત્ર ગામના લોકો માટે જ નહીં, પરંતુ આ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરીને દેશભરની મહિલાઓને કંઈ કરવા પ્રેરિત કર્યાં છે. કમલા હેરિસ મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

આ સમ્માન પ્રાપ્ત કરનાર પ્રથમ અશ્વેત મહિલા

જણાવી દઈએ કે, કમલા હેરિસ ભારતીય મૂળની પ્રથમ અશ્વેત મહિલા હશે. જે અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ બનશે. આજે કમલા હેરિસ જો બાઈડન સાથે જ શપથ ગ્રહણ કરશે. અમેરિકામાં આ સમ્માન પ્રાપ્ત કરનાર તે પ્રથમ અશ્વેત મહિલા છે. જ્યારે અમેરિકન હિત સાથે વિશ્વ શાંતિ માટે કામ કરવાને લઈને કમલા હેરિસ પોતાની ઈચ્છા પહેલા જ વ્યક્ત કરી ચૂક્યાં છે.

(5:37 pm IST)