Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

૧૩ વર્ષની દલિત છોકરી પર રેપ બાદ જીવતી દાટી દેવાઇ

ભોપાલ, તા.૨૦: મધ્ય પ્રદેશમાં સગીરા પર બે વખત અપહરણ કરી ૯ નરાધમોએ રેપ ગુજાર્યો હતો. આ ઘટનાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી અતી જદ્યન્ય રેપની દ્યટના મ. પ્રદેશમાં જ સામે આવી છે. અહીં બેતુલ જિલ્લામાં ૧૩ વર્ષની દલિત સગીરા પર રેપ ગુજાર્યા બાદ તેને જીવતી દાટી દેવાનો પ્રયાસ થયો હતો. જોકે પરિવારજનોએ તેને બચાવી લીધી અને હાલ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બેતુલના ગામમાં પીડિતા પોતાના ખેતરમાં ચાલુ પાણીની મોટરને બંધ કરવા ગઇ હતી, તેને એકલી જાણીને ૩૫ વર્ષીય શખ્સે તેના પર રેપ ગુજાર્યો હતો. બાદમાં પોતાના અપરાધને છુપાવવા પીડિતાને નજીકના એક નાળામાં લઇ ગયો હતો, જયાં તેને માર મારીને તેના શરીર પર પથ્થરો અને માટી નાખવા લાગ્યો, યુવતી પર પથ્થરો અને અન્ય વસ્તુઓ નાખીને ત્યાંથી જતો રહ્યો. જયારે પીડિતા દ્યરે પરત ન ફરતા પરિવારજનોએ ખેતરની આસપાસ તપાસ શરૂ કરતા પીડિતાનો રડવાનો અવાજ આવ્યો હતો. જેને પગલે પરિવારજનોએ પથ્થરો વગેરે હટાવીને પીડિતાને કાઢી હોસ્પિટલ દાખલ કરી હતી જયાં તેની સ્થિતિ ગંભીર છે અને સારવાર ચાલી રહી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસ દ્વારા અપરાધીને પકડી લેવામાં આવ્યો છે અને તેના પર પોકસો સહિતની કલમો લગાવાઇ છે.

(11:46 am IST)